ahemdabadગુજરાત

અમદવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ, પૂર્વ વિસ્તારમાં જળબંબાકાર દ્રશ્યો

ઉત્તર પ્રદેશમાં સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમ અપર એર સાયક્લોનિક સરક્યુલેશનમાં પરિવર્તિત થઈને ગુજરાત તરફ આગળ વધી રહી છે, જેના કારણે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે સાંજે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 2 થી 4 ઈંચ વરસાદ પડતાં અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. મણિનગર, રખિયાલ, વસ્ત્રાલ, હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાતા વાહનો બંધ પડ્યા અને ટ્રાફિક જામ સર્જાયો. રાજ્યના 111 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેમાં નર્મદા, સુરત અને તાપી જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *