UPI Payment બનશે વધુ Fast અને Secure: PIN ની નહીં રહે જરૂર!
દેશમાં ડિજિટલ પેમેન્ટને વધુ સુવિધાજનક અને સુરક્ષિત બનાવવા માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) UPI પેમેન્ટ સિસ્ટમમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. નવા રિપોર્ટ મુજબ, ટૂંક સમયમાં યુપીઆઈથી પેમેન્ટ કરવા માટે PIN દાખલ કરવાની જરૂર નહીં પડે. તેના બદલે, ફેસ ઓથેન્ટિકેશન અથવા બાયોમેટ્રિક્સ સિસ્ટમનો ઉપયોગ કરવાનું વિચારણા હેઠળ છે.
આ નવી સિસ્ટમ લાગુ થતાં પેમેન્ટ પ્રક્રિયા વધુ ઝડપી અને સુરક્ષિત બનશે. હાલમાં, ચારથી છ આંકડાનો PIN દાખલ કરવો ફરજિયાત છે, પરંતુ આ નવી પદ્ધતિ અમલમાં આવ્યા બાદ તે વૈકલ્પિક બની જશે. યુઝર્સ ફિંગરપ્રિન્ટ, આંખની કીકી સ્કેન કરીને અથવા અન્ય બાયોમેટ્રિક માહિતી દ્વારા પેમેન્ટ કરી શકશે. આ ફેરફારથી ફ્રોડ અને સ્કેમથી બચવામાં પણ મદદ મળશે, કારણ કે બાયોમેટ્રિક્સ પિન કરતાં વધુ સુરક્ષિત માનવામાં આવે છે.