દક્ષિણ અમેરિકામાં ૮.૦ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
દક્ષિણ અમેરિકા: દક્ષિણ અમેરિકાના દરિયાઈ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે ભૂકંપનો શક્તિશાળી આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૮.૦ નોંધાઈ હતી, જેના કારણે આંચકા ખૂબ શક્તિશાળી રહ્યા. આ ભૂકંપનું કેન્દ્ર ડ્રેક પેસેજ વિસ્તારમાં ૧૦.૮ કિલોમીટરની ઊંડાઈએ હતું, જે દક્ષિણ એટલાન્ટિક અને દક્ષિણ પૂર્વ પેસિફિક મહાસાગરને જોડતો એક વિશાળ દરિયાઈ માર્ગ છે.
આટલી ઊંચી તીવ્રતા હોવા છતાં, સદ્ભાગ્યે ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે મોટી સંપત્તિના નુકસાનના તાત્કાલિક અહેવાલ સામે આવ્યા નથી. જોકે, સાવચેતીના ભાગરૂપે પ્રશાસન દ્વારા તુરંત જ સમગ્ર વિસ્તારમાં સુનામીનું એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ ભૂકંપ પૃથ્વીની અંદર ટેક્ટોનિક પ્લેટોની ગતિવિધિને કારણે થયો હતો, જે સતત હલનચલન કરતી રહે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે ત્યારે ભૂકંપના આંચકા અનુભવાય છે. ભૂકંપની તીવ્રતા માપવા માટે રિક્ટર સ્કેલનો ઉપયોગ કરવામાં આવે છે.