રાષ્ટ્રીય

રખડતાં કૂતરાઓને શેલ્ટર હોમમાંથી મુક્ત કરાશે: સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ

નવી દિલ્હી: દિલ્હીમાં રખડતાં કૂતરાઓને શેલ્ટર હોમમાં રાખવાના આદેશનો વિરોધ થયા બાદ સુપ્રીમ કોર્ટે તેના નિર્ણયમાં ફેરફાર કર્યો છે. કોર્ટે નિર્દેશ આપ્યો છે કે શેલ્ટર હોમમાં મોકલવામાં આવેલા કૂતરાઓને મુક્ત કરવામાં આવે. જોકે, માત્ર બીમાર અને આક્રમક કૂતરાઓને જ શેલ્ટર હોમમાં રાખવામાં આવશે અને બાકીના કૂતરાઓને ખસીકરણ કર્યા બાદ છોડી મૂકવામાં આવશે. આ નિર્ણય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લાગુ પડશે.

જસ્ટિસ વિક્રમ નાથની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચે આ માર્ગદર્શિકા જાહેર કરી છે. કોર્ટે જણાવ્યું છે કે, કૂતરાઓને જ્યાંથી ઉઠાવવામાં આવ્યા હોય, તે જ જગ્યાએ પાછા મૂકવામાં આવે. આ ઉપરાંત, દરેક મ્યુનિસિપલ વોર્ડમાં રખડતાં કૂતરાઓને ભોજન આપવા માટે અલગથી ‘ફિડિંગ ઝોન’ બનાવવામાં આવશે. જાહેર સ્થળો પર ગમે-ત્યાં કૂતરાઓને ખવડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે ફરિયાદ નોંધવા માટે એક હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવશે. આ ફિડિંગ ઝોન બનાવવા માટે એનજીઓને ₹૨૫,૦૦૦નું ભંડોળ પણ અપાશે. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય માનવતા અને વ્યવસ્થા બંને જાળવી રાખવાનો પ્રયાસ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *