ગાંધીનગરમાં અખિલ ભારત હિન્દુ મહાસભાનું મહાસંમેલન, ‘ગાય માતા’ પુસ્તકનું લોકાર્પણ
ગાંધીનગર: અખિલ ભારત હિન્દુ મહાસભા-ગૌરક્ષા દ્વારા 26 ઓગસ્ટના રોજ ગાંધીનગરના સેક્ટર-17 ટાઉનહોલ ખાતે એક ભવ્ય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંગઠનના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. મુન્નાર કુમાર શર્માએ આ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય ગૌરક્ષા અને ગાય માતાના મહત્વને ઉજાગર કરવાનો હતો. આ પ્રસંગે લાયન્સ ક્લબ અમદાવાદ સિટીના પ્રેસિડેન્ટ અને લેખિકા ડો. બીનાબેન પટેલ દ્વારા લખાયેલું “દિવ્ય ઔષયદાત્રી – ગાય માતા” પુસ્તક પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પુસ્તકનું લોકાર્પણ પણ રાષ્ટ્રીય અધ્યક્ષના હસ્તે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ડો. મુન્નાર કુમાર શર્મા, મહંત શ્રી જય રામગીરીજી, મહંત શ્રી લખીરામ બાપુ, મહંત શ્રી ગણેશદાસજી, શ્રી જયરામભાઈ ભુવાજી, શ્રી ગુરુ ગૌભક્ત શ્રી કાલિદાસજી મહારાજ, અખિલ ભારત હિન્દુ મહાસભા ગૌરક્ષક રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વિરમભાઈ દેસાઈ અને રાષ્ટ્રીય મહામંત્રી શ્રી કિશોરભાઈ ઠક્કર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલન ગૌરક્ષા અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બન્યું હતું.