ahemdabadગુજરાતરાષ્ટ્રીય

અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની શક્યતા વધી

નવી દિલ્હી: ભારતે 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે બિડિંગ પ્રસ્તાવ રજૂ કરવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે આ પ્રસ્તાવને મંજૂરી આપી છે. જો આ બિડ સ્વીકારવામાં આવે, તો ગુજરાત સરકારને જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. આ સાથે જ ભારતીય ઓલિમ્પિક એસોસિયેશને પણ આ પ્રસ્તાવને લીલી ઝંડી આપી છે, અને 31મી ઓગસ્ટ સુધીમાં અંતિમ બિડિંગ પ્રસ્તાવ રજૂ કરવાનો રહેશે.

આ મેગા ઇવેન્ટ માટે અમદાવાદ શહેરને પહેલી પસંદગી તરીકે જોવામાં આવી રહ્યું છે. તેનું મુખ્ય કારણ અમદાવાદમાં ઉપલબ્ધ વિશ્વ કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અત્યાધુનિક સ્ટેડિયમ છે. તાલીમ સુવિધાઓ અને જીવંત રમતગમત સંસ્કૃતિને કારણે અમદાવાદ એક આદર્શ યજમાન શહેર બની શકે છે. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, 2023 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલનું સફળતાપૂર્વક આયોજન કરીને તેની ક્ષમતા સાબિત કરી ચૂક્યું છે.

અગાઉ, કોમનવેલ્થ સ્પોર્ટ ડિરેક્ટર ડેરેન હોલની આગેવાની હેઠળની એક ટીમે અમદાવાદની મુલાકાત લીધી હતી અને ગુજરાત સરકારના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. નવેમ્બરના અંત સુધીમાં એ નક્કી થશે કે ભારતને યજમાની મળશે કે નહીં, પરંતુ કેટલાક દેશોની બાદબાકી થતાં ભારતની શક્યતાઓ વધી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *