ગુજરાત

અમદાવાદ: ટ્રાફિક નિયમોનું પાલન કરાવતા પોલીસ સામે વાહન ચાલકે કપડા કાઢ્યા

અમદાવાદ:

મોટર વ્હીકલ એક્ટ 2019 (Motor Vehicle Act 2019) ગુજરાતમાં લાગુ કરી દેવામાં આવ્યા છે. ત્યારે ટ્રાફિક પોલીસ(traffic Police) દ્વારા રાજ્યમાં ચુસ્ત પણે નિયમોનું પાલન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે વાહન ચાલકોની દાદાગીરી પણ સામે આવી રહી છે. નવા ટ્રાફિક નિયમોનો ગુજરાતભરમાં અલગ અલગ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં એક વાહન ચાલકને પોલીસે ઝડપી લેતા તેણે કપડા કાઢીને વિરોધ કર્યો હતો.

અમદાવાદમાં એક વાહન ચાલકને પોલીસે હેલ્મેટનો દંડ ફટકારતા તેણે પોલીસ સામે કપડા કાઢ્યા હતા. જે જોતા પોલીસ પણ મૂજવણમાં મુકાઇ હતી. આ વાહન ચાલકે પોલીસ અને મેમાથી બચવા અસ્થિર મગજનો હોવાનું બહાનું કર્યું હતું. આ વીડિયો અમદાવાદનો હોવાનું બહાર આવ્યું છે.

રાજકોટ શહેરમાં હેલ્મેટ કાયદાનો અનોખો વિરોધ કરાયો છે. રાજકોટ શહેરના કાલાવડ રોડ પર એક વાહનચાલક માથામાં હેલ્મેટને બદલે તપેલી પહેરી નીકળ્યો હતો. આમ, હેલ્મેટના બદલે તપેલી પહેરી આ શખ્સે પોલીસની કાર્યવાહી સામે વિરોધ દર્શાવ્યો. તો બીજી તરફ જેતપુરમાં પણ એક વૃદ્ધ દ્વારા હેલ્મેટના બદલે માથે તપેલી પહેરવામાં આવી હતી. તેઓએ પણ વિરોધના ભાગરૂપે માથા પર તપેલી પહેરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x