પાકિસ્તાનને AMRAAM મિસાઇલ નહીં મળે: અમેરિકાએ મિસાઇલ ડીલના તમામ અહેવાલોને સદંતર નકાર્યા
અમેરિકાએ એવા અહેવાલોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાનને અત્યંત ઘાતક AIM-120 AMRAAM (એડવાન્સ મીડિયમ રેન્જ એર-ટુ-એર મિસાઇલ) મળવાની છે. વ્હાઇટ હાઉસે સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાનને નવી AMRAAM મિસાઇલો આપવા અંગેની મીડિયામાં ચાલી રહેલી ખબરોમાં કોઈ સત્યતા નથી.
તાજેતરમાં, અમેરિકાના યુદ્ધ વિભાગ (DoW)ના એક હથિયારોના કોન્ટ્રાક્ટમાં પાકિસ્તાનને ખરીદદાર તરીકે સામેલ કરવામાં આવ્યું હોવાના અહેવાલો પ્રકાશિત થયા હતા, જેનાથી પાકિસ્તાનને મિસાઇલ મળવાની અટકળો શરૂ થઈ હતી. જોકે, અમેરિકાએ હવે સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન સાથે હથિયારો અંગે તેમની કોઈ ડીલ થઈ નથી. AMRAAM એ હવાથી હવામાં માર કરનારી એક અત્યંત શક્તિશાળી મિસાઇલ છે, જે સુપરસોનિક સ્પીડથી લક્ષ્યનો નાશ કરે છે.