ગુજરાત

તાપીમાં ભાજપનો આંતરિક જૂથવાદ સપાટી પર

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે યોજાયેલા વિકાસ રથ સ્વાગત કાર્યક્રમમાં સ્થાનિક રાજકારણ ગરમાયું છે. ગામના સરપંચ, તા.પં. સભ્ય અને જિ.પં.ના અધ્યક્ષે ભેગા મળીને ભાજપના મોવડી મંડળને ધારાસભ્ય મોહન ઢોડિયા અને તેમના પુત્ર દિગેન્દ્ર વિરુદ્ધ લેખિત ફરિયાદ કરી છે.

આ ફરિયાદ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભાજપમાં ચાલતો આંતરિક જૂથવાદ ખુલ્લેઆમ સપાટી પર આવ્યો છે. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધારાસભ્ય મોહન ઢોડિયા કાર્યક્રમમાં વગર આમંત્રણે આવી પહોંચ્યા હતા.

સૌથી ગંભીર આક્ષેપ એ છે કે ધારાસભ્યના પુત્ર દિગેન્દ્રએ કાર્યક્રમ શરૂ કરવાની તૈયારી અટકાવી દીધી હતી અને ધમકી આપી હતી કે “ધારાસભ્ય આવે ત્યાં સુધી પ્રોગ્રામ શરૂ નહીં કરવા અને શરૂ કર્યો તો તમે જાણો, નહીં તો દોડતા કરી દઈશું.” આના કારણે કાર્યક્રમમાં હંગામો મચાવી ભયનું વાતાવરણ ઊભું થયું હતું. બુહારી ગ્રામ પંચાયતના વહીવટકર્તાઓ અને ધારાસભ્ય મોહન ઢોડિયા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા ખટરાગને પગલે આ વિવાદ ઊભો થયો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *