ગાંધીનગર

આરોગ્ય શાખા જીલ્લા પંચાયત ગાંધીનગર ખાતે જિલ્લા આરોગ્ય કમિટીની બેઠક યોજાઈ

તા.૧૧/૧૨/૨૦૨૫ના રોજ અધ્યક્ષશ્રી મિનાક્ષી જી . હિરાનીની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરીટી અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ગાંધીનગર ડૉ. અશોક વૈષ્ણવ, અધિક જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ગાંધીનગર ડૉ. ગૈતમ નાયક, એડવાઈઝરી કમિટીના મેમ્બરો, પદાધીકારીઓ અને કર્મચારીની બેઠક આરોગ્ય શાખા જીલ્લા પંચાયત ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી.

જે અંતર્ગત પીસીપીએનડીટી એડવાઈઝરી કમિટીની મિટીંગમાં ગાંધીનગર જીલ્લામાં નવીન બનેલ કુલ ચાર હોસ્પિટલોને પીસીપીએનડીટી એક્ટ અંતર્ગત ન્યુ રજીસ્ટ્રેશન આપવા માટે,કમિટી દ્વારા મંજુરી આપવામાં આવી છે,અને રીન્યુઅલ માટે અરજી કરેલ બે જુની હોસ્પિટલને પીસીપીએનડીટી એક્ટ અંતર્ગત રિન્યુઅલ રજીસ્ટ્રેશન કરવા માટે ઠરાવવામાં આવ્યું છે.
પીસીપીએનડીટી એડવાઈઝરી કમિટીની મિટીંગમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ગાંધીનગર દ્વારા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની નોંધણી પામેલ, હોસ્પિટલોની નિયમીત ચકાસણી કરવા સુચનાં આપવામાં આવી છે‌.તથા ગાંધીનગર જીલ્લા ખાતે ઓછો સેક્સ રેશીયો એટ બર્થ વાળા ગામોમાં જનજાગૃતિ લાવવા માટે આઈ.ઈ.સી પ્રવૃતી કરાવવા માટે કમિટી દ્વારા સુચના આપવામાં આવી. ઉપરાંત પીસીપીએનડીટી એક્ટ અંતર્ગત એક રજીસ્ટર્ડ હોસ્પિટલને અને એક ડિલર કંપની એમ કુલ બે સંસ્થાને કાયદાના ભંગ બદલ નોટીસ આપવાની કાર્યવાહી કમિટી દ્વારા હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું તથા,રજીસ્ટ્રેશન રિન્યુઅલ EXPIRE થયેલ એક હોસ્પિટલનું USG મશીન સીલ કરવાની કાર્યવાહીને કમિટી દ્વારા મંજુરી આપવામાં આવી છે.પીસીપીએનડીટી એક્ટ અંતર્ગત અધિક નિયામકશ્રી (પ.ક) ગાંધીનગર દ્વારા મળેલ પત્રની સુચનાઓ મુજબ રજીસ્ટર્ડ ડોક્ટરો દ્વારા ઓનલાઈન પોર્ટલમાં ફોર્મ એફ ભરતી વખતે લાભાર્થીનો ટેકો, આઇડી અને આભા આઇડી ફરજીયાત એન્ટ્રી કરવા કમિટી દ્વારા ઠરાવવામાં આવ્યું છે‌.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *