વિધાનસભાની પેટાચૂંટણી માટે મુખ્ય પક્ષ કોંગ્રેસ અને ભાજપ બન્ને તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે શું NCP ગુજરાતની પેટા ચૂંટણીમાં ભાજપની બી ટીમ છે?
ગાંધીનગરઃ
ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) 6 બેઠકો માટે ચૂંટણીનું (election) બિગુલ ફૂંકાઈ ગયું છે. રાજ્યના બે મુખ્ય રાજકીય પક્ષ એવા ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) તો ચૂંટણીની તૈયારી કરી જ રહ્યું છે. તો એક ત્રીજા વિકલ્પ તરીકે એનસીપી પણ મેદાનમાં આવાની સાથે જ પ્રદેશ કોંગ્રેસે એનસીપી ને ભાજપની બી ટિમ ગણાવી છે.
ગુજરાત વિધાનસભાની ખાલી પડેલ 6 વિધાનસભાની પેટાચૂંટણી માટે રાજ્યના બે મુખ્ય પક્ષ કોંગ્રેસ અને ભાજપ એ બન્ને તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે રાષ્ટીય કક્ષાએ કોંગ્રેસ સાથે ગઢબંધન કરી ચૂંટણી લડનાર એનસીપી (NCP) પણ આ પેટ ચૂંટણીમાં પોતાના ઉમેદવારો એ મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે એનસીપી એ મહારાષ્ટ સમાન ગુજરાતમાં પણ કોંગ્રેસ સાથે ગઢબંધન કરી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા આ ગઢબંધન ને નકારી દેવામાં આવ્યું છે. એટલા માટે જ હવે એનસીપી એ પેટાચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉતારવાનું વિચારી રહ્યું છે.
આ સમગ્ર મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી એ જણાવ્યું હતું કે એક તરફ એનસીપી એ રાષ્ટીય કક્ષાએ ભાજપ સામે લડવાની વાત કરે છે અને બીજી તરફ ગુજરાતમાં તે ભાજપની બી ટિમ તરીકે કામ કરે છે. એનસીપીના રાષ્ટીય નેતાઓ એ આ સમગ્ર મામલે સ્પષ્ટતા કરવી જોઈએ.
એનસીપી એ રાધનપુર બેઠક પર પોતાનો ઉમેદવાર ઉતારવાનું એ નક્કી કરી લીધું છે. ત્યારે હજુ અન્ય બેઠકો માટે પણ પોતાના ઉમેદવાર ઉતારે તેવી શક્યતા છે. ત્યારે હવે જોવાનું એ રહશે કે શું એનસીપી એ ભાજપની બી ટિમ તરીકે ગુજરાતની પેટાચૂંટણીઓ લડશે.
એનસીપી નેતા રેશ્મા પટેલે જણાવ્યું હતું કે એનસીપીની લડાઈએ ભાજપની સામેની જ છે. એનસીપી હમેશા પ્રયાસ કરે છે કે કોંગ્રેસ સાથે મળી ચૂંટણી લડવામાં આવે પરંતુ અમુક સમયે કોંગ્રેસની પણ ભૂલો હોય છે. અમે જ્યારે ચૂંટણીમાં ઉતારીએ છીએ ત્યારે કોંગ્રેસ એમ કહે છે કે અમે ભાજપની બી ટીમ છીએ.