2જી ઓક્ટોબરે ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ગુજરાતના ત્રણ કલાકના પ્રવાસે આવશે.
અમદાવાદ:
આગામી 2જી ઓક્ટોબરે ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ગુજરાતના ત્રણ કલાકના પ્રવાસે આવશે. સાંજે છ વાગ્યાની આસાપાસ વડાપ્રધાન (PM Modi) અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ ખાતે આગમન કરશે. જ્યારે આડધો કલાક સાબરમતી આશ્રમમાં વિતાવીને રિવરફ્રન્ટ ખાતે યોજવનારા સરપંચ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. અને રાત્રે 9 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પરથી દિલ્હી જશે.
2 જી ઓક્ટોબરે ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતને યશ મળે તે સાબરમતી આશ્રમ અને અમદાવાદમાં હજારો સરપંચોનું સંમેલન યોજાશે. જેમાં દેશના દરેક રાજ્યોમાંથી 20 હજાર સરપંચો આવશે. જેમાંથી 10,000 ગુજરાતના હશે અન્ય રાજ્યોના સરપંચો ભાગ લેશે ત્રણ દિવસ ગુજરાતમાં સરપંચ રોકાશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 ઓક્ટોબરે ગુજરાતમાં સરપંચોના સંમેલનમાં આ મુદ્દે પણ વાત કરશે અને ગાંધીજીની 150મી જન્મજયંતિએ સમગ્ર દેશ ખુલ્લામાં શૌચમુક્ત હોવાની જાહેરાત પણ કરવામાં આવશે. જે મહાત્મા ગાંધીને સાચી શ્રદ્ધાંજલિ છે.