ગુજરાત

BJP ઉમેદવાર જગદીશ પટેલના સમર્થક સસ્પેન્ડ, ભાજપનું આંતરિક રાજકારણ ચરમસીમાએ.

અમદાવાદ :
21મી ઑક્ટોબરે મહારાષ્ટ્ર (Maharashtra) અને હરિયાણા (Hariyana) ની સાથે ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly bypoll) ખાલી પડેલી 6 બેઠકો માટેની પેટાચૂંટણી યોજાવાની છે તમામ બેઠકો ભાજપ (BJP) ખૂબ જ સરળતાથી જીતી જશે એવું અનુમાન છે આમ છતાં ભાજપમાં જબરજસ્ત આંતરિક યુદ્ધ શરૂ થઈ ગયું છે પોતાને નહીં ગમતા લોકોને પછાડવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અમરાઈવાડી (Amraiwadi) બેઠકના ઉમેદવારની પસંદગીમાં ઘણા દાવેદારો ના નામ સામે આવ્યા હતા પરંતુ અનેક પ્રયત્નો કર્યા છતાં સ્થાનિક નેતાઓ પોતાની પસંદગીના ઉમેદવારને ટિકિટ અપાવી શક્યા ન હતા. વડાપ્રધાન મોદી અને સંઘની નજીક ગણાતા અને સ્વચ્છ છાપ ધરાવતા જગદીશ પટેલને (Jagdish Patel) હાઈ કમાન્ડે અમરાઈવાડી બેઠક માટે મેદાનમાં ઉતાર્યા છે આ વિસ્તારમાં જ ડૉ.નીલમ પટેલ નામનો ભાજપનો એક કાર્યકર છે જે જગદીશ પટેલના સમર્થક છે. પટેલનું નામ જાહેર થયું એ દિવસે રાત્રે અમરાઈવાડીમાં નાનું સરઘસ કાઢવામાં આવ્યું હતું જેમાં ઉમેદવારની બાઇક રેલી જેવા કામોમાં નીલમ પટેલે મહત્વની ભૂમિકા ભજવી છે. ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખે નીલમ પટેલને પક્ષ વિરોધી પ્રવૃતિનો હવાલો આપી સસ્પેન્ડ કરી દીધા છે. ડૉ.નીલમ પટેલના બહાને ભાજપ જગદીશ પટેલને ટાર્ગેટ કરી રહ્યુ હોવાની રાજકીય આલમમમાં ચર્ચા છે.

નીલમ પટેલે ખૂબ જ ઉત્સાહમાં આવીને જગદીશ પટેલના બેનરો પણ પોતાની ઓફિસ પર લગાવી દીધા છે તેમજ ભાજપના ઉમેદવારને જીતાડવા માટે તમામ પ્રયત્નો શરૂ કર્યા છે દરમિયાનમાં અમદાવાદ શહેરના પ્રમુખ જગદીશ પંચાલ 4 ઑક્ટોબર ના રોજ એકાએક જ ડો નીલમ પટેલ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતો હોવાનું કારણ આપીને તેમને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દીધો છે. ભાજપના અમદાવાદ ના શહેર પ્રમુખ જગદીશ પંચાલ જણાવે છે કે નીલમ પટેલ ગેરવર્તણૂંક અને ગેરશિસ્ત આચરતાં હોવાથી તેને સસ્પેન્ડ કરવા માં આવ્યો છે.

જ્યારે સૂત્રો જણાવે છે કે નીલમ પટેલે તાજેતરમાં જ ફેસબુક ઉપર અમરાઈવાડી ના કોંગ્રેસના ઉમેદવાર ને શુભેચ્છા આપી હતી તેમજ અમરાઈવાડીમાં જે રોડ રીપેર થયા અને નવા સ્પીડ બ્રેકર લગાવ્યા તે સંદર્ભમાં પણ નીલમ પટેલ ની ભૂમિકા યોગ્ય રહી ન હતી આખરે પ્રદેશના નેતાઓની સૂચનાને પગલે તેમને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયો છે.

આ અંગે ડૉ. નીલમ પટેલ જણાવે છે કે ‘હું 14 વર્ષથી ભાજપમાં છું મેં ક્યારેય પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી નથી અને કરવાનો પણ નથી વ્યક્તિગત સબંધ હોવાના નાતે મેં કોંગ્રેસના ઉમેદવાર ને શુભેચ્છા પાઠવી હતી તેમજ અમારા વિસ્તારમાં જે રોડ રિસરફેસ કરાયા છે પરંતુ રોડ બન્યા બાદ સ્પીડ બ્રેકર પર સફેદ કલરના પટ્ટા લગાવેલ નથી જેને કારણે અકસ્માતો થતા હોય છે.આ અંગે સ્થાનિક લોકોએ કોર્પોરેટર અને ધારાસભ્ય સમક્ષ રજૂઆત પણ કરી છે આમ છતાં સફેદ પટ્ટા લગાવવામાં આવતા ન હતા આથી મેં અને અન્ય નાગરિકોએ જાતે સફેદ પટ્ટા લગાવીને અન્ય લોકોને પ્રેરણા મળે એવું કાર્ય કર્યું હતું. હું આમ પણ સક્રિય રાજકારણમાં નથી કે મારી પાસે ભાજપનો કોઈ હોતો નથી હું એક સાવ સામાન્ય કાર્યકર છું અને દરેક ચૂંટણીમાં ભાજપનો ઉમેદવાર જીતે તે માટે અન્ય કાર્યકરોને સાથે રાખીને કાર્ય કરું છું ભાજપમાંથી ભલે મને હાંકી કાઢ્યો પરંતુ હું ભાજપના સમર્થનમાં જ હંમેશા કામ કરતો રહીશ’

બીજી બાજુ ભાજપના સૂત્રો જણાવે છે કે ડૉ. નીલમ પટેલ તો માત્ર એક મહોરું છે વાસ્તવમાં નિશાન અમરાઈવાડી ના ભાજપના ઉમેદવાર જગદીશ પટેલ છે તેમને ડિસ્ટર્બ કરવા માટે તેની આસપાસના વિશ્વાસુ કાર્યકરો અને સમર્થકોને પરેશાન કરવામાં આવે છે તેમજ આડકતરો એવો ઈશારો આપી દીધો છે કે જે કોઈ કાર્યકર કે વેપારી જે જગદીશ પટેલ ને મદદ કરશે તેમની હાલત પણ નીલમ પટેલ જેવી કરવામાં આવશે ઉપરાંત સામાન્ય રીતે કોઇ કાર્યકરને સસ્પેન્ડ કરવામાં આવે તો તેની ખાસ કોઈ નોંધ લેવાતી હતી પરંતુ શહેર પ્રમુખ દ્વારા સત્તાવાર રીતે કાર્યકરને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરાઈ છે. 21મીએ થનારા મતદાન પહેલા હજુ આ પ્રકારની વિવાદાસ્પદ ઘટનાઓ બની શકે છે અત્રે નોંધનીય છે કે અમરાઈવાડી ના ઉમેદવાર જગદીશ પટેલ તથા હાંકી કાઢવામાં આવેલા નીલમ પટેલની ગણતરી આનંદીબેનના વિશ્વાસુ માણસો તરીકેની થાય છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *