ભારતીય નૌકાદળની તાકાત માં થશે વધારો, અમેરિકા આપશે MOD-4 તોપ
ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે યુ.એસ. કોંગ્રેસને ભારતને એક અબજ ડોલરની કિંમતના નૌકાદળ તોપો વેચવાના નિર્ધારને સૂચિત કર્યું હતું, જે ભારતીય નૌકાદળની ક્ષમતાઓ વધારવામાં મદદ કરશે. અમેરિકા ભારતને 1 અબજ ડૉલરના નૌકાદળ તોપો વેચવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પ્ર પ્રશાસને અમેરિકી કોંગ્રેસને આપેલી જાણકારીમાં કહ્યું છે કે, તેણે ભારતને એક અબજ ડોલર એટલે કે લગભગ 7100 કરોડ રૂપિયાની એમઓડી-4 નેવી તોપો વેચવાના નિર્ણયને મંજુરી આપી છે. આ તોપોનો ઉપયોગ યુદ્ધ જહાજ, એન્ટ્રી-એરક્રાફ્ટ અને સમુદ્ર કિનારે બોમ્બ મારો કરવામાં સક્ષમ જહાજોમાં તૈનાત કરવામાં આવશે.
આ તોપોનો ઉપયોગ યુદ્ધ જહાજો અને યુદ્ધ વિમાનો વિરૂદ્ધ અને સમુદ્ર પર બોમ્બમારો કરવામાં કરવામાં આવે છે અને તેનાથી ભારતીય નૌકાદળની મારક ક્ષમતા વધશે. સુરક્ષા સજયોગ એજન્સીએ બહાર પાડેલી પોતાની અધિસૂચનામાં કહ્યું હતું કે, 13 એમકે-45 પાંચ ઈંચ/62 કેલિબર નૌકા તોપ અને તેના સાથે સંકળાયેલા ઉપકરણોનો પ્રસ્તાવિત્ત વિદેશી સૈન્ય વેચાણનો અંદાજીત ખર્ચ 1 અરબ ડૉલર છે.
આ હથિયારો મળતા જ ભારતીય નૌકાદળની મારક ક્ષમતામાં મોટા પ્રમાણમાં વધારો થશે. ટ્રમ્પ પ્રશાસનના નોટિફિકેશનમાં જણાવ્યા પ્રમાણે તેમણે BAE સિસ્ટમ્સ લેંડ એન્ડ આર્મામેંટ્સે તૈયાર કર્યા છે. તેનાથી ભારતની ક્ષમતામાં અનેક ગણો વધારો થશે. સાથે જ ભારતીય નૌકાદલ ભવિષ્યમાં આવનારા પડકારોને સરળતાથી સામનો કરવામાં સક્ષમ બનશે.