ગુજરાત

મગફળીની ખરીદી ક્યારે પુરી થશે ? સરકારને મુખ્યમંત્રી ગેરમાર્ગે દોરી રહ્યા છે : સાગર રબારી

અમદાવાદ :

ગુજરાત સરકારે વરસાદી હોનારતમાંથી વધી-ઘટી જે મગફળી ખેડૂતોના હાથમાં આવી તે ટેકાના ભાવે છેલ્લા દાણા સુધી ખરીદવાની જાહેરાત કરી, પરંતુ ખરીદવા માટે કેન્દ્રો કેટલા છે? સરકારને ખબર છે ખરી કે કેટલા કેન્દ્રો જોઈએ?

કોડીનાર તાલુકાની વાત કરીએ તો ત્યાં 10,000થી બધું ખેડૂતોએ મગફળી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે પરંતુ રોજના માત્ર 50 ખેડૂતોની જ મગફળી ખરીદાય છે… આમ જ ચાલે તો રજાના દિવસો બાદ કરીએ તો છેલ્લા ખેડૂતોનો વારો આવતા આવતા તો બીજી સીઝન આવી જાય!

ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારી આ સંદર્ભમાં વધુ બળાપો કાઢતા જણાવે છે કે આટલો લાંબો સમય ખેડૂત પૈસા વગર કાઢે? કંટાળીને પૈસાની મજબૂરીને કે કારણે ખેડૂતો સસ્તા ભાવે વેચી મારે એટલે સરકારને ખરીદવી પણ ના પડે અને દોષ ખેડૂતો એટલે આટલી ધીમી ગતિ રાખી છે?

સરકાર પોતાની વ્યવસ્થા વધારે અને તાત્કાલિક, અઠવાડિયા કે 10 દિવસમાં ખરીદી પુરી કરે તો જ પૈસા ખેડૂતોને કામ લાગે. હાલ તો સરકારના વાણી અને વર્તનમાં ભેદ દેખાય છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x