હોંગકોંગની હોળીની આગ સુરત પહોંચી, હિરા ઉદ્યોગમાં ભારે મંદીથી લોકોના હાલ બેહાલ
સુરત :
હોંગકોંગમાં સર્જાયેલી વિકટ સ્થિતીની અસર આપણા હિરા ઉદ્યોગને પણ થઇ છે. દિવાળી બાદ હવે ક્રિસમસની ખરીદી પણ નિરસ રહી છે. જેના કારણે હિરા ઉદ્યોગકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
સુરતના વેપારીઓને આશા હતી કે ક્રિસમસ આવતા મંદીના મારમાંથી પસાર થઇ રહેલા ઉદ્યોગને નવી રોનક મળશે. પરંતુ હોંગકોંગમાં સર્જાયેલી અસ્થિરતાના કારણે નાના ઉદ્યોગકારોને ભારે ફટકો પડયો છે. ખાસ કરીને સુરતથી હોંગકોંગ અને ચાઇના જતા પોલિશ્ડ ડાયમંડની ખરીદી ઉપર બ્રેક લાગી ગઈ છે. આશરે ૪૫ ટકા વેપાર સુરતથી ચાઇના અને હોંગકોંગમાં થાય છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલા આંદોલનના કારણે એરપોર્ટ અને ત્યાંના ઉદ્યોગો બંધ રહેતા નિકાસ ૧૫ થી ૨૦ ટકા થઈ ગયું છે.
સુરત માટે હોંગકોંગ અને ચાઇના એક મોટું માર્કેટ છે .પરંતુ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા આંદોલનના કારણે એરપોર્ટ પર જ કેટલોક માલ ફ્રીઝ થઈ ગયો છે. દિવાળી વેકેશન પછી પણ નાનાથી મોટા 50% ડાયમંડ યુનિટ ડિમાન્ડ ન હોવાના કારણે અત્યાર સુધી ખૂલ્યા જ નથી. ક્રિસમસની ખરીદી નવેમ્બર મહિનામાં જ નીકળતી હોય છે. ત્યારે નવેમ્બરનો અંત આવી ગયો છે આમ છતા આ મહિનામાં હીરાના વેપારમાં ઉતાર- ચઢાવ જોવા મળ્યો છે જે મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગ માટે મોટા ફટકા સમાન છે.