મહારાષ્ટ્ર: રાજીનામા બાદ ભાજપ નો ડેમેજ કંટ્રોલ..? રાજ્યપાલ કોશ્યારીની બદલી ના એંધાણ..!!
મહારાષ્ટ્ર ના નવા રાજ્યપાલ તરીકે કલરાજ મિશ્રા બનાવાની અટકળો તેજ
નવી દિલ્હી/મુંબઇ :
મહારાષ્ટ્ર સરકાર ગઠન ને લઈને થયેલા ઉથલ પાથલ થી સંવિધાનીક પદ પદ પર બેઠેલા રાજ્યપાલ કોશ્યારી ભૂમિકા પર પણ સવાલો ઉભા થવા લાગ્યા છે. પોતાની છબીને પહોચેલા નુકસાનની ભરપાઇ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના રાજીનામા બાદ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની બદલી કરવામાં આવી શકે છે. સુત્રો થઈ મળેલી માહિતી અનુસાર રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા કોશ્યારીની જગ્યા લઇ શકે છે. કેન્દ્ર સરકારમાં ઉચ્ચ પદે રહેલા સુત્રોએ જણાવ્યુ કે કલરાજ મિશ્રાએ હિમાચલ પ્રદેશથી સ્થળાંતર કરવામાં આવ્યા બાદ 9 સપ્ટેમ્બરે રાજસ્થાનના રાજ્યપાલનો કાર્યભાર સંભાળ્યો હતો. કલરાજ મિશ્રને 22 જુલાઇએ હિમાચલના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશના વરિષ્ઠ નેતા કલરાજ મિશ્રા રાજ્ય અને કેન્દ્રીય મંત્રી રહ્યાં છે, તેમણે ઉત્તર પ્રદેશમાં પાર્ટી પ્રમુખ તરીકે પણ સેવા આપી છે અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ રહ્યાં છે.
શિવસેના-NCP- કોંગ્રેસ ગઠબંધન દ્વારા દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટમાં દલીલ કરતા વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને વકીલ કપિલ સિબ્બલે રાજ્યપાલ પર પક્ષપાતપૂર્ણ અને દુર્ભાવનાપૂર્ણ રીતે કાર્ય કરવાનો આરોપ લગાવ્યો હતો અને તેને સુપ્રીમ કોર્ટ દ્વારા સ્થાપિત કાયદાની વિપરીત ગણાવ્યો હતો. કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે રાજ્યપાલની સ્થિતિને ધ્યાનમાં રાખતા રાષ્ટ્રપતિએ કોર્ટના નિર્ણય બાદ તેમણે તત્કાલ બદલવા જોઇએ. રાજ્યપાલ કોશ્યારીએ શનિવાર સવારે દેવેન્દ્ર ફડણવીસને સરકાર બનાવવા માટે આમંત્રીત કર્યા હતા અને ફડણવીસને મુખ્યમંત્રી પદ તેમજ અજિત પવારને ઉપમુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા.