દંડ વસુલવાનો સૌથી મોટો રેકોર્ડ: ૨ કરોડ ની કાર ને ફટકારાયો ૯.૮૦ લાખનો દંડ
અમદાવાદ
શહેરમાં બે દિવસ પહેલા પોલીસે હેલ્મેટ સર્કેલ પાસે 2.18 કરોડ રૂપિયાની પોર્શે 911 કારને ડિટેઇન કરી હતી. આ કારના માલિકને 9.80 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ કારમાં નંબર પ્લેટ પણ ન હતી અને કારચાલક પાસે જરૂરી ડોક્યુમેન્ટ્સ પણ ન હોતા. પોલીસે ટ્રાફિક તોડવા બદલ દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો દંડ ફટકારવામાં આવ્યો છે.
અમદાવાદમાં ટ્રાફિક પોલીસે લક્ઝુરિયસ કાર સામે ટ્રાફિક ડ્રાઇવ યોજી હતી. આ ટ્રાફિક ડ્રાઇવમાં હેલ્મેટ સર્કલ પાસે પોલીસે 2.18 કરોડની પોર્શે 911 મોડેલની કારને ડિટેઇન કરવામાં આવી હતી. પોલીસે આપેલા આરટીઓ મેમો મુજબ બપોરે હેલ્મેટ સર્કલ પાસે પોર્શે કારના આગળ પાછળ નંબર પ્લેટ ન હોવાથી, હુકમનો ભંગ અને વેલિડ કાગળો ન હોવાથી ડિટેઇન કરવામાં આવી હતી. પોલીસે યોજેલી ડ્રાઇવમાં લક્ઝૂરિયસ કાર પોર્શે સિવાય મર્સિડીઝ, રેંજ રોવર, તેમજ ફોર્ચ્યુનર જેવી કારને પણ ડિટેન કરી હતી.
અમદાવાદ પોલીસે આ કાર્યવાહીની માહિતી તેના ટ્વીટર એકાઉન્ટ પર આપી હતી. પોલીસે આ સાથે સંદેશો આપ્યો હતો. આદત બદલો તો અમદાવાદ બદલાશે. જો કે, તાજેતરમાં જ પોલીસે છેલ્લા 3 મહિનામાં રેકોર્ડબ્રેક 5.75 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે.