ગાંધીનગરગુજરાત

આરસોડીયામાં યુવાનના માથામાં ધોકાથી જીવલેણ ફટકા માર્યા

કલોલ, બુધવાર
આરસોડીયામાં નજીવી બાબતમાં યુવાન પર ધોકાથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર ઘવાયેલા યુવકને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. ઈજાગ્રસ્તની ફરીયાદને આધારે આરોપી સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાયો છે.
કલોલ તાલુકાના આરસોડીયા ગામમાં મંગળવારની રાત્રે નયન વિષ્ણુકુમાર વણકરે પોતાનો મોબાઈલ ફોન ગુમ થઈ જવાની બાબતમાં દીલીપજી ગોપાલજી ઠાકોર ઉપર શંકા કરી ઉગ્ર તકરાર કરી હતી અને ત્યારબાદ નયને ઉશ્કેરાઈ જઈ દીલીપજીના માથામાં ધોકાના ફટકા માર્યા હતા. આ ઘટનામાં છોડાવવા વચ્ચે પડેલી દીલીપજીની પત્નીને પણ નયન વણકરે માર માર્યો હતો. માથામા ભાગે ગંભીર રીતે ઘવાયેલા દીલીપજીને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. ઈજાગ્રસ્ત દીલીપની ફરીયાદને આધારે કલોલ તાલુકા પોલસે આરોપી નયન વણકર સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી તેની ધરપકડ માટે દોડધામ શરૃ કરી છે.

જ્યારે મારામારીના બીજા બે બનાવોમાં છત્રાલની સુર્યકિરણ સોસાયટીમાં રસ્તા પર રીક્ષા હટાવી લેવાની બાબતમાં ઉશ્કેરાઈ ગયેલા રામવિલાસ, કૈલાસ અને અશોકે સંજય ઉર્ફે કાળીયો ઓમપ્રકાશ વિશ્વકર્માને ધોકા તથા ગડદાપાટુંનો માર માર્યો હતો. તથા નારદીપુરમાં અગાઉના ઝઘડાની અદાવતમાં વિષ્ણુ બ્રાહહ્મણ અને તેના સાગરીતે રાજેન્દ્ર ગીરધરભાઈ પટેલને માર માર્યો હતો. પોલીસે આ બંને ઘટનાઓમાં તપાસ શરૃ કરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x