ગુજરાતરાષ્ટ્રીય

રાહુલ બજાજ બાદ કિરણ મજુમદાર શૉએ મોદી સરકાર પર સાધ્યું નિશાન

નવી દિલ્હી
દેશની આર્થિક સ્થિતિ પર ઉદ્યોગપતિ રાહુલ બજાજ બાદ બાયોકૉનના એમડી કિરણ મજૂમદાર શૉ એ સરકાર પર નિશાન સાંધ્યુ હતું. કિરણ મજૂમદાર શૉ એ કહ્યું હતું કે આશા છે કે સરકાર વપરાશ અને ગ્રોથને પાટા પર લાવવા માટે ભારતીય ઉદ્યોગ જગતનો સંપર્ક સાધશે. અત્યાર સુધી અમારા બધા સાથે અંતર બનાવી રાખવામાં આવ્યું છે અને સરકાર અર્થતંત્રને લઇ કોઇ આલોચના સાંભળવા માંગતી નથી. અર્થતંત્ર પર સરકારની આલોચના કરનારની લાઇનમાં હવે હર્ષ ગોયેનકાનું નામ પણ જોડાઇ ગયું છે.
આરપીજી ગ્રૂપના માલિક અને ઉદ્યોગપતિ હર્ષ ગોયેનકા એ મંગળવાર રાત્રે એક પ્રખ્યાત લઘુ કવિતા ટ્વીટ કરી. જો કે બાદમાં તેમણે પોતાની ટ્વીટ હટાવી દીધી જેનો સ્ક્રીન શૉટ ઉપલબ્ધ છે અને સોશિયલ મીડિયા પર શેર થઇ રહ્યો છે. ગોરખ પાંડેની કવિતા ટ્વીટ કરતાં તેમણે લખ્યું કે સ્થિતિને જોતા હવે કટલીય પંક્તિઓ યાદ આવે છે. એમ કરી ટ્વીટ કરી હતી. હર્ષ ગોયેનકાની આ ટ્વીટને દેશની હાલની સ્થિતિ સાથે જોડી રહ્યા છે. જો કે તેમણે આ ટ્વીટ ઝડપથી ડિલીટ પણ કરી દીધી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x