નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના ઉપક્રમે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ની કરી ઉજવણી
ગાંધીનગર
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ સેન્ડ ટેકનોલોજી તથા નિસર્ગ સાયન્સ સેન્ટર ના ઉપક્રમે તા.૧૪ ડીસેમ્બર “ઉર્જા સંરક્ષણ દિવસ” ની ઉજવણી અંતર્ગત ઉર્જા જાગૃતિ તથા સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું. ઉર્જાના વધુ પડતા વપરાશના કારણે ખનીજ કોલસો ,કુદરતી વાયુ ,કુદરતી ખનીજ તેલના ભંડારો પર વ્યાપક અસર થઇ છે. ઉર્જાના આ સ્ત્રોત ઝડપથી ખૂટવા જઇ રહ્યા છે ત્યારે આવનારી પેઢી નું જીવન અંધકારમય ન બનીજાય તે સારું ઉર્જાની બચત અને વિવેકપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે.
ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (GEDA) ગાંધીનગરના સહયોગથી ગાંધીનગર જીલ્લાની ૯૦ જેટલી શાળાઓમાં ચિર સ્થાઈ ઉર્જા જાગૃતિ ના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. શ્રીમતી આર.જી.ગલ્સ સ્કુલ, શ્રીમતી એમ.બી.પટેલ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ, સેઠ.સીએમ. અને સે.જી.ઈંગ્લીશ મીડીયમ સ્કુલ ,કડી કેમ્પસ .ગાંધીનગર ના સ્કુલોના સહયોગથી જનજાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું.
સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત તથા સ્વચ્છતા સર્વેક્ષણ -૨૦૨૦ ના ભાગરૂપ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આ રેલીમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા સ્વચ્છતા ના સંદેશો આપતા પ્લેકાર્ડ તથા બેનરો સાથે વિદ્યાર્થીઓ જોડાયા.આ પ્રસંગે શાળાના આચાર્યશ્રીઓ શ્રી ગીતેશભાઈ પટેલ ,ચેતનાબેન બુચ, તથા વિજ્ઞાન શિક્ષકો જોડાયા.