રમતગમત

INDvsWI: પહેલી વન ડે મેચ પૂર્વે ભુવનેશ્વર અને શિખર ધવન બહાર

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રવિવારે ચેન્નાઇ ખાતે રમાનાર પ્રથમ વન ડે મેચ પૂર્વ ભારતીય ટીમમાં મોટો ફેરફાર કરાયો છે. ઇજાગ્રસ્ત ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને ટીમમાંથી પડતો મુકાયો છે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ રવિવારની આ પ્રથમ વન ડે મેચ માટે તૈયાર છે. રવિવારે રમાનાર આ મેચ પૂર્વે આ ફેરફાર કરાયો છે. ફાસ્ટ બોલર ભુવનશ્વર કુમારને બદલે શાર્દુલ ઠાકુરને ટીમ ઇન્ડિયામાં સમાવેશ કરાયો છે.
અખિલ ભારતીય સીનિયર પસંદગી સમિતિએ શનિવારે શાર્દુલ ઠાકુરને ટીમમાં સમાવેશ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. ભુવનેશ્વર કુમાર વેસ્ટ ઇન્ડિઝ સાથે રમાયેલ ટી20 સીરિઝ રમ્યો હતો. આ સીરિઝની અંતિમ મેચ બુધવારે મુંબઇમાં રમાઇ હતી. જેમાં ભુવનેશ્વર કુમાર ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત થતાં ભુવનેશ્વર કુમારને અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટ કરાયો હતો. જેમાં જણાયું હતું કે, તેમને હર્નિયાની બિમારી છે. આ મામલે તજજ્ઞોની મદદ લેવાઇ રહી છે અને સત્વરે આ મામલે કોઇ નિર્ણય લેવાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *