નેપાળમાં બસ પલટી ખાઈ જતા ૧૪ લોકોના ઘટના સ્થળે મૌત, ૧૯ ઘાયલ
સિંધુપાલચૌક
નેપાળમાં આજે (રવિવારે) એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. જેમાં 14 લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે 19 લોકો ઘાયલ થયાંની ખબર મળી રહી છે. આ અકસ્માત સિંધુપાલચૌક પાસે થયો ત્યારે એક બસ બેકાબૂ થઇ પલટી ખાઇ ગઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે બસમાં 40 મુસાફરો હતા. આ અકસ્માતમાં 14 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે 19 લોકો ઘાયલ થયા છે, જેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અકસ્માત બાદ તરત જ રાહત અને બચાવ કામગીરી શરૂ થઈ હતી.
જિલ્લા પોલીસ કચેરી સિંધુપાલચૌકના પ્રવક્તા ગણેશ ખનાલે મેડિયાને જણાવ્યું હતું કે, 12 મુસાફરોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે લોકોનું મોત હોસ્પિટલમાં થયું હતું. પોલીસના જણાવ્યા મુજબ સુનકોસી ગ્રામીણ પાલિકા પાસેના રસ્તા પાસે બસ બીજા રસ્તા પર થોડાંક સો મીટર નીચે પલટી ગઈ હતી. પ્રખ્યાત ધાર્મિક અને પર્યટન સ્થળ ડોળાના કાલીન ચોકથી બસ કાઠમંડુ જઇ રહી હતી.
ખનાલે કહ્યું, “અમારો અંદાજ છે કે બસમાં ઓછામાં ઓછા 32 લોકો હતા. અકસ્માત બાદ બસનો ડ્રાઈવર નાસી છૂટ્યો, જ્યારે તેનો સહાયક ગંભીર રીતે ઘાયલ થયો હતો.” પોલીસે જણાવ્યું કે તેઓ આ અકસ્માત પાછળનું કારણ શોધી રહ્યા છે. નેપાળમાં તાજેતરનાં વર્ષોમાં ભીડભેર વાહનો, ખરાબ રસ્તાઓ, જાહેર વાહનોની નબળી સ્થિતિને કારણે માર્ગ અકસ્માત સર્જાયા છે.