પ્રેસિડેન્ટ્સ કલર્સ’નું સન્માન મેળવનાર ૭મું રાજ્ય બન્યું ગુજરાત, ગુજરાત પોલીસનું અલગ ચિન્હ અને ધ્વજ
ગાંધીનગર
આજે 15 ડિસેમ્બરે ગાંધીનગર પાસે આવેલી ગુજરાત પોલીસ કરાઈ એકેડમીમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના હસ્તે ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’નું સન્માન ગુજરાત પોલીસને અપાયું હતું. ગુજરાત પોલીસ માટે આજે 15 દિવસનો ગર્વનો દિવસ બન્યો છે. ગુજરાત પોલીસને નિશાન એવોર્ડ મળ્યો છે. આજથી ગુજરાત પોલીસ ને નવો કલર અને નવું નિશાન મળ્યો છે. આ સાથે જ ગુજરાત પોલીસને પોતાનો અલાયદો ધ્વજ અને ચિન્હ મળ્યું છે. ગુજરાત પોલીસને વિશેષ કાર્યક્રમમાં આ સન્માન આપવામાં આવ્યું હતું. આ સન્માન મેળવનારું ગુજરાત દેશનું સાતમું રાજ્ય બન્યું છે.
‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ નિશાનએ પોલીસ દળની શ્રેષ્ઠતા અને ગૌરવનું દેખીતું પ્રતિક છે. ‘NISHAAN’ એ રાષ્ટ્રની સેવામાં કોઈ પણ ફોર્સ દ્વારા બહાદુરીથી કરેલી કાર્ય અને રાષ્ટ્રની સેવામાં આપેલા યોગદાનની સાક્ષી આપે છે. ગુજરાત સરકારના ગૃહવિભાગે 21 ફેબ્રુઆરી, 2019માં રાષ્ટ્રપતિના નિશાન માટેની દરખાસ્ત ભારત સરકારના ગૃહ વિભાગને મોકલી હતી. 7 માર્ચ 2019ના દિવસે રાષ્ટ્રપતિના નિશાનના એવોર્ડ અંગે ગુજરાત પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે આજે ગુજરાત પોલીસ દળ આ સન્માનથી સન્માનિત થતું 7મું રાજ્ય અને સાથે જ દેશનું 8મું મોટું પોલીસ દળ બન્યું છે.
અત્યાર સુધી મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, તમિલનાડુ, જમ્મુ-કાશ્મીર, ત્રિપુરા અને આસામ રાજ્યના પોલીસને આ સન્માન મળ્યું છે. પોલીસ એકેડેમી, કરાઇ, ગાંધીનગર ખાતે યોજાયેલી સેરેમોનિયલ પરેડમાં ઉપ રાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ ગુજરાત પોલીસને ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ નિશાન એનાયત કર્યો છે. આ કાર્યક્રમમાં ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવેલા ધ્વજ અને વિશેષ પ્રતિક ગુજરાત પોલીસને ઉપ રાષ્ટ્રપતિ એનાયત કર્યો હતો.