ગુજરાત

CAA અને NRCના સમર્થનમાં સુરત નાગરિક સમિતિ દ્વારા રેલી કરવામાં આવી

સુરત
સીએએ અને એનઆરસીના સમર્થનમાં સુરત નાગરિક સમિતિ દ્વારા વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને એક કિમી લાંબા તિરંગા સાથે વનિતા વિશ્રામથી કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા છે. નાગરિકતા સુધારા ધારા સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે,
પથ્થરમારો, આગચંપીની ઘટનાઓ ચાલુ છે, લોકો જીવ ગુમાવી રહ્યાં છે છતાં દેશના અમુક રાજ્યોમાં આ બિલનો વિરોધ ચાલુ રહેતા હવે સીએએ અને એનઆરસીના સમર્થનમાં સુરત નાગરિક સમિતિ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી યોજવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો સીએએ અને એનઆરસીના સમર્થનના બેનરો સાથે જોડાયા છે.
જ્યારે રેલીના પગલે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સુરત સહિત વલસાડ, નવસારીમાં પણ સીએએ અને એનઆરસીના સમર્થનમાં રેલીઓ યોજવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને લોકોને સીએએ અને એનઆરસી વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x