ઇજિપ્ત: એક રોડ અકસ્માતમાં ભારતીય અને મલેશિયન ટુરિસ્ટ સહિત 28 લોકોના મોત
ઇજિપ્ત
ઇજિપ્તમાં એક રોડ અકસ્માતમાં ભારતીય અને મલેશિયન ટુરિસ્ટ સહિત 28 લોકોના મોત થયા છે અને કેટલાંય લોકો ઘાયલ થયા છે. સુરક્ષા સૂત્રો પાસેથી આ માહિતી મળી છે. એક સુરક્ષા અધિકારીએ કહ્યું કે પર્યટકોને લઇ જઇ રહેલી બે બસ કાહિરાના પૂર્વમાં એક ટ્રક સાથે ટકરાતા ભયંકર અકસ્માત સર્જાયો.
ડૉકટર્સ સૂત્રોએ કહ્યું કે બે મલેશિયન મહિલા પર્યટક, એક ભારતીય પર્યટક અને ઇજિપ્તના ત્રણ નાગરિકો (બસ ચાલક, ટુર ગાઇડ અને સુરક્ષાકર્મી)નું મોત થયું છે. એકની હાલત ગંભીર છે અને કેટલાંય લોકો ઘાયલોમાં કેટલાંય પર્યટકોની સ્થિતિ પણ ગંભીર છે.
ઇજિપ્તમાં કાયરો સ્થિત ભારતીય દૂતાવાસની તરફથી શનિવારે કહ્યું કે એન સોખના નજીક 16 ભારતીય પેસેન્જર્સ ભરેલી બસ એક અકસ્માતનો ભોગ બની. તેની સાથે જ બે નંબર પણ રજૂ કર્યા છે.
ભારતીય દૂતાવાસે વિદેશ મંત્રી એસ.જયશંકરને ટેગ કરતાં ટ્વટી કરી કે ઇજિપ્તના એન સોખનામાં આજે 16 ભારતીય પેસેન્જર્સ ભરેલી એક બસ અકસ્માતનો શિકાર બની. હેલ્પલાઇન નંબર્સ+20-1211299905 અને +20-1283487779 ઉપલબ્ધ છે.