પીએમ મોદી ના મન કી બાત- દેશના યુવાઓ જાતિવાદ, પરિવારવાદને પસંદ કરતા નથી
નવી દિલ્હી
પીએમ મોદી એ પોતાના માસિક કાર્યક્રમ મન કી બાત માં કહ્યું કે દેશના યુવાઓ અરાજકતા પસંદ કરતા નથી. તેમણે કહ્યું કે અવ્યવસ્થા અને અસ્થિરતા પ્રત્યે દેશના યુવાઓને નફરત છે. તાજેતરમાં સીએએને લઈને થયેલા હિંસક પ્રદર્શનોમાં વિદ્યાર્થીઓનો ઉલ્લેખ થયા બાદ પીએમ મોદીના આ સંબોધનને તે સંદર્ભમાં જોવામાં આવી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે આવનારા દાયકાને ગતિ આપવામાં જે લોકોના જન્મ 21મી સદીમાં થયા છે તેવા લોકો વધુ સક્રિય ભૂમિકા નિભાવશે. જે આ સદીના મહત્વપૂર્ણ મુદ્દાઓને સમજતા મોટા થયા છે. આવા યુવાઓને આજે અનેક નામોથી ઓળખવામાં આવે છે. કેટલાક લોકો તેમને મિલેનિયલ કહે છે તો કેટલાક ઝેન ઝેડ કે જનરેશન ઝેડના નામથી ઓળખે છે. એક વાત તો લોકોના દિમાગમાં ફિટ થઈ ગઈ છે કે આ સોશિયલ મીડિયા જનરેશન છે. આપણે બધા અનુભવ કરીએ છીએ કે આપણી આ પેઢી ખુબ પ્રતિભાશાળી છે. કઈક અલગ કરવાનું તેમનું સ્વપ્ન રહે છે.
વડાપ્રધાને કહ્યુ, મને વિશ્વાસ છે કે ભારતમાં આ દાયકો ના માત્ર યુવાઓના વિકાસ માટે હશે પરંતુ યુવાઓના સામર્થ્યથી દેશનો વિકાસ કરવાવાળુ સાબિત થશે. ભારતને આધુનિક બનાવવામાં યુવા પેઢીની ઘણી મોટી ભૂમિકા છે. પીએમ મોદીએ કહ્યુ, મે 15 ઓગસ્ટે લાલકિલ્લાથી દેશવાસીઓને આગ્રહ કર્યો હતો અને દેશવાસીઓ સાથે સ્થાનિક ઉત્પાદન ખરીદવાનો આગ્રહ કર્યો હતો. આજે ફરીથી મારી સલાહ છે કે શુ અમે સ્થાનિક સ્તરે બનેલા ઉત્પાદનોને પ્રોત્સાહન આપી શકીએ? શુ તેમને પોતાની ખરીદીમાં સ્થાન આપી શકીએ ?
પીએમ મોદીએ કહ્યું કે આ પેઢીની પોતાની આગવી સોચ છે. સૌથી મોટી ખુશીની વાત એ છે કે આ દિવસોમાં યુવા સિસ્ટમને પસંદ કરે છે. તેઓ સિસ્ટમને ફોલો કરવાનું પણ પસંદ કરે છે. પરંતુ જો સિસ્ટમ યોગ્ય રીતે રિસ્પોન્ડ ન કરે તો તેઓ બેચેન થઈ જાય છે અને હિંમત સાથે સિસ્ટમને સવાલ પણ કરે છે. હું તેને ખુબ સારું ગણુ છું. એક વાત તો નક્કી છે કે આપણા દેશના યુવાઓને અરાજકતા પ્રત્યે નફરત છે. અવ્યવસ્થા અને અસ્થિરતા પ્રત્યે તેમના મનમાં ચીઢ છે. તેઓ પરિવારવાદ, જાતિવાદ, પારકું પોતાનું, સ્ત્રી પુરુષ જેવા ભેદભાવને પસંદ કરતા નથી.