લો બોલો…હવે રૂપાણી સરકારે બાળકો પાસે ફરજિયાત મોદીને થેક્યૂના કાર્ડ લખાવ્યા..!!
અમદાવાદ
આખાય દેશ માં CAA નો વિરોધ થઇ રહ્યો છે ત્યારે તેના ભણકારા ગુજરાતમાં પણ જોવા મળ્યા હતા. ગુજરાતની રૂપાની સરકાર અગામી 10 જાન્યુઆરી એ વિધાનસભા નું વિધાનસભા નું વિશેષ સત્ર બોલાવવા જી રહી છે. જાણકારો નું એવું માનવું છે કે આ સત્ર CAA કાનુન ના અમલ ને લઈને બોલાવવામાં આવી રહ્યું છે. આજે એક નવો જ કિસ્સો સામે આવી રહ્યો છે. રૂપાની સરકારે અમદાવાદની શાળાના વિદ્યાર્થીઓ પાસે જબરદસ્તી CAA ને લઈને પ્રધાનમંત્રી મોદી ને થેંક્યું કાર્ડ લખાવ્યનું સામે આવ્યું છે. જો આ વાત સાચી જ હોય તો વિદ્યાર્થીઓ પર આ જબરદસ્તી નો શું અર્થ કાઢવો….? અમદાવાદની શાળાઓ દ્વારા પોતાના વિદ્યાર્થીઓ પાસે વડાપ્રધાનને CAA માટે થેંક્યું લેટર લખાવવામાં આવ્યા છે. સુત્રો જણાવે છે કે આ થેંક્યું લેટર માત્ર ખાનગી શાળા જ નહીં AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ના વિદ્યાર્થીઓ પાસે પણ લખાવવામાં આવ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ આ થેંક્યું ઉપરથી (સરકારમાંથી) આવ્યું છે. જોકે આ લેટર પાછા ફરજિયાત લખવાના જ.
સમગ્ર ઘટના એવી છે કે આજે ઘાટલોડિયાની ત્રીપદા ઇન્ટરનેશલનલ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકના વાલીના જણાવ્યા મુજબ શાળાના તમામ બાળકો પાસે પોસ્ટકાર્ડમાં એક થેંક્યું લેટર લખાવ્યો હતો. જે લેટરમાં CAA ના કાયદા બદલ માનનિય વડાપ્રધાનનો આભાર માનવાનું લખાણ કરાવાયું હતું.