ફિલ્મ છપાકની વધી મુશ્કેલીઓ, રિલીઝ ને લઇ કોર્ટમાં અરજી દાખલ
નવી દિલ્હી
દીપિકા પાદુકોણની ફિલ્મ છપાક 10 જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે. રિલીઝ પહેલા પણ આ ફિલ્મ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. વકીલ અપર્ણા ભટ્ટે આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવા માટે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી કરી છે. અપર્ણાએ ઘણા વર્ષોથી લક્ષ્મી અગ્રવાલનો કેસ લડ્યો.
અપર્ણાએ પિટિશનમાં જણાવ્યું છે કે તે ઘણા વર્ષોથી લક્ષ્મી અગ્રવાલ માટે કેસ લડતી હતી પરંતુ તેને આ ફિલ્મમાં કોઈ ક્રેડિટ આપવામાં આવી નથી. આને કારણે તે ઈચ્છે છે કે આ ફિલ્મની રિલીઝ બંધ થાય. તમને જણાવી દઇએ કે અગાઉ એક લેખકે ફિલ્મ અંગે કોપી રાઇટ કેસ દાખલ કર્યો હતો.
આ અરજી રાકેશ ભારતી નામના લેખક દ્વારા કરવામાં આવી હતી. તેમાં રાકેશે દાવો કર્યો હતો કે તેણે એસિડ એટેકથી પીડિતના જીવન પર વાર્તા લખી છે. રાકેશે ફિલ્મ માટે ક્રેડિટ માંગી હતી. આ કેસમાં બોમ્બે હાઈકોર્ટે બુધવારે કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ સાચી ઘટનાઓથી પ્રેરિત વાર્તા પર કોપી રાઇટનો દાવો કરી શકશે નહીં.