ગુજરાત: ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ, છતાય વેચાણ..!?
અમદાવાદ
ઉત્તરાયણના ગણતરીના જ દિવસો બાકી છે. લોકોમાં ઉત્તરાયણના તહેવારને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ સરકારે ચાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મુક્યુ છે. તેમ છંતા ઘણા લોકો આ ચાઇનીઝ દોરીનું બજારમાં વેચાણ થઇ રહ્યું છે. ચાઇનીઝ દોરીએ અગાઉના વર્ષોમાં ઘણા લોકોના જીવ લીધા છે. તેના કારણે સરકારે ચાઇનીઝ દોરીના ઉપયોગ અને વેચાણ પર પ્રતિબંધ મુક્યુ છે.
આ ચાઇનીઝ દોરીએ એક દિવસમાં ત્રણ વ્યક્તિના જીવ જોખમ મુક્યાં છે. પહેલી ઘટના મહેસાણા ખાતે બની હતી. વાત એમ હતી કે, થુમથલ ગામનો એક યુવાન બાઇક લઇને મહેસાણા તરફ આવી રહ્યો હતો ત્યાં, તેના ચહેરા પર ચાઇનીઝ દોરીનો લસરકો વાગતાં હોઠની નીચે અને દાઢીની ઉપરનો ભાગ કપાઇ જતા 10 ટાંકા આવ્યા છે. તો બીજી ઘટના પણ મહેસાણાની છે, આઠ વર્ષનાં કિશોરના હાથની બે આંગળી વચ્ચે દોરી વાગતાં 5 ટાંકા લેવા પડ્યા હતા. ઉપરાંત ત્રીજી ઘટનામાં યુવકના ચહેરાના ભાગે દોરી વાગતાં તેમને પણ લોહીલુહાણ હાલતમાં સારવાર માટે મહેસાણા સિવિલમાં લઇ જવો પડ્યો હતો.
સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે યુવક બાઇક ચલાવી રહ્યો હતો, રસ્તામાં ચાઇનીઝ દોરી આવતા તેનું ગળુ કપાઇ ગયું. વાહન ચાલક ઘટના સ્થળે જ બેભાન થઇ ગયો. આસપાસના લોકોએ તે યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો. યુવકનો જીવ બચી ગયો પરંતુ ગળા પર 10 ટાકા આવ્યા છે.