રાષ્ટ્રીય

ત્રાલમાં સુરક્ષા દળો સાથે મુઠભેડમાં બે આતંકી ઠાર

પુલવામા
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલમાં સુરક્ષા દળ દ્વારા કરવામાં આવેલ એન્કાઉન્ટરમાં 2 આંતકીઓ માર્યા ગયા છે. હકીકતમાં ત્રાલ ખાતે 2-3 આંતકીઓ છુપાયેલા હોવાના રવિવારના રોજ વહેલી સવારે સમાચાર મળતાં જ સુરક્ષા બળ દ્વારા સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં એક DSPની કારથી ખૂંખાર આતંકવાદીઓને પકડાઇ જવાના એક દિવસ બાદ એટલે કે રવિવાર સવારે ત્રાલમાં આતંકવાદી છુપાયેલા હોવાની ખબર મળી હતી.
એક પોલિસ અધિકારીએ કહ્યું કે, સુરક્ષા દળને રવિવારે સવારે જ દક્ષિણ કાશ્મીર જિલ્લામાં ત્રાલના ગુલશનપોરા ભાગમાં આતંકિયોની તપાસ અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. વધુમાં તેઓએ કહ્યું કે, સેના તપાસ કરી રહી હતી. ત્યારે આતંકવાદીઓ તેમની પર ગોળીબાર કરી રહ્યાં હતા. જેમાં એન્કાઉન્ટર થવાનું શરુ થયું. જે હજી યથાવત છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *