કટક માં મુંબઇથી ભુવનેશ્વર જઈ રહેલી ટ્રેનના ૮ ડબા પાટા પરથી ઉતરતા ૪૦ લોકો ઘાયલ
કટક
સવારે ઓડિશાના કટક પાસે મુંબઇથી ભુવનેશ્વર જઈ રહેલી લોકમાન્ય તિલક એક્સપ્રેસની માલ ટ્રેનના આઠ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે સલાગાંવ અને નીરગુંદી સ્ટેશનો વચ્ચે સવારે સાત વાગ્યે થયેલા અકસ્માતમાં ઓછામાં ઓછા ૪૦ લોકો ઘાયલ થયા છે. સાલ્ગાંવ અને નેરગુંડી વચ્ચે અકસ્માત સર્જાયો ત્યારે લોકમાન્ય તિલક એક્સપ્રેસ એક ફ્રેઇટ ટ્રેનની ગાર્ડ વાન સાથે ટકરાઈ હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે જે વિસ્તારમાં અકસ્માત થયો છે ત્યાં ગાઢ ધુમ્મસ છે.તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત જોખમી હોવાનું જણાવાયું છે અધિકારીઓએ જણાવ્યું હતું કે અકસ્માત સ્થળ પર ઘણું ધુમ્મસ હતું પરંતુ અકસ્માત કયા કારણોસર થયો તે સ્પષ્ટ નથી.