પ્રજાસત્તાક દિવસ: આતંકી હમાંલાની આશંકા, દેશ માં એલર્ટ
નવી દિલ્હી
પ્રજાસત્તાક દિવસ (26 જાન્યુઆરી) ના પ્રસંગે આખો દેશ એલર્ટ પર છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા વધારી દેવામાં આવી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) એ ભારત-પાકિસ્તાન સરહદ પર ‘ઓપરેશન ચિલ હવા’ શરૂ કરી દીધું છે.
આ માટે જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતની સરહદો પર 15 દિવસની ચેતવણી જારી કરવામાં આવી છે. બીએસએફ દ્વારા કોઈપણ પ્રકારના આતંકવાદી હુમલાનો સામનો કરવા સરહદ પર જવાનોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.