રાષ્ટ્રીય

મહારાષ્ટ્ર: ડમ્પર અને SUVમાં ભીષણ અથડામણ, 10 લોકોનાં મોત, સાત ઘાયલ

મુંબઈ
મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં ડમ્પર અને એસયુવી વચ્ચે ભીષણ અથડામણમાં 10 લોકો માર્યા ગયા અને સાત અન્ય ઘાયલ થયા. સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના ચોપડા-ફૈજપુર રોડ પર રવિવારે રાત્રે 11 વાગ્યે બની હતી.
અકસ્માત સમયે બાલુ નારાયણ ચૌધરી તેના પરિવાર સાથે ચિંચૌલમાં લગ્ન સમારોહમાં ભાગ લીધા બાદ ચોપડા ગામ જઈ રહ્યો હતો. ફૈજપુર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, સામેથી આવતા ડમ્પરને યાવલ તહસીલના હિંગોલા ગામ નજીક ચોપડા-ફૈઝપુર રોડ પર એસયુવી સાથે ટકરાઈ હતી.
તેમણે કહ્યું કે ચૌધરી, તેની પત્ની અને એસયુવી સવાર અન્ય આઠ લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. કારમાં સવાર અન્ય સાત લોકો ઘાયલ થયા, જેમને જલગાંવની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું કે, ભોગ બનેલા તમામ લોકો મુક્તાઇ તહસીલના ચિંચૌલ અને મેહુલ ગામના રહેવાસી હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x