ગાંધીનગરગુજરાત

યુવાનને ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને ૭.૨૫ લાખની છેતરપીંડી

ગાંધીનગર,મંગળવાર
ગાંધીનગર શહેરમાં સે-૧૩માં રહેતાં યુવાનને ઓસ્ટ્રેલિયા અભ્યાસઅર્થે મોકલવાનું કહીને કુડાસણ ખાતે આવેલી ઈમિગ્રેશન એજન્સી દ્વારા ૭.૨૫ લાખ રૃપિયા લઈ લેવામાં આવ્યા હતા પરંતુ યુવાનને વિદેશી મોકલવામાં આવ્યો નહોતો તેમજ રૃપિયા પણ પરત કરવામાં આવ્યા નહોતા ત્યારે આ સંદર્ભે યુવાનના પિતાએ ઈન્ફોસીટી પોલીસમાં અરજી નોંધાવી છે. જો કે પોલીસે હજુ સુધી ગુનો નોંધ્યો નથી. છેતરપીંડી આચરનાર યુવાન પણ ફરાર હોવાનું જણાયું છે.

આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે શહેરના સે-૧૩/બી પ્લોટ નં.૯૧૪/૧માં રહેતાં દિનેશસિંહ જીલુસિંહ ચાવડાના પુત્ર ધનરાજસિંહને ઓસ્ટ્રેલિયા અભ્યાસઅર્થે મોકલવાનો હોવાથી વિઝા મેળવી આપવાનું કામ કરતાં સે-ર૬માં રહેતા અને કુડાસણ સ્વાગત રેઈન ફોરેસ્ટ ખાતે કોલંબસ ગ્લોબલ સર્વિસ નામની ઈમિગ્રેશન એજન્સી ધરાવતાં  અજયસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાનો સંપર્ક થયો હતો. ત્યારબાદ તેણે તબક્કાવાર ૭.૨૫ લાખ રૃપિયા લીધા હતા પરંતુ યુવાનનો ઓસ્ટ્રેલિયા અભ્યાસ અર્થેનો કોઈ મેળ પડયો નહોતો. એડમીશન અંગેનો કોઈ લેટર પણ નહીં મળતાં દિનેશસિંહને સ્ટુડન્ટ વીઝાની જગ્યાએ તેમના પુત્રને વીઝીટર વિઝા મળ્યા છે તેમ જણાવ્યું હતું. જેથી તેમણે રૃપિયા પરત માંગ્યા હતા અને ઓફીસે ધકકા પણ ખાધા હતા પરંતુ અજયસિંહ મળી આવ્યો નહોતો. જેથી તેમણે રૃપિયાની કડક ઉઘરાણી કરતાં ૭.૨૫ લાખનો ચેક આપવામાં આવ્યો હતો પરંતુ આ ચેક પણ બાઉન્સ થયો હતો. આ અંગે તેમણે ઈન્ફોસીટી પોલીસમાં છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવવા અરજી કરી હતી પરંતુ પોલીસે હજુ સુધી આ સંદર્ભે કોઈ ગુનો નોંધ્યો નથી. પરંતુ ફકત અરજી ઉપર તપાસ કરી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x