રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 53 થઈ, 5 એપ્રિલ સુધી વધી શકે છે સંખ્યા : આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ
ગાંધીનગર :
ગુજરાતમાં પણ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી ચુકી છે. રાજ્યમાં સંક્રમિત દર્દીની સંખ્યા 53 થઈ છે. રાજકોટમાં નોંધાયેલા 3 પોઝિટિવ કેસ બાદ વધુ 6 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આજે કોરોના વાયરસ અંગે જાણકારી આપતાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રાજ્યમાં 5 એપ્રિલ સુધી કેસ વધી શકે છે કારણ કે હવે ઈન્ક્યુબેશન પીરિયડ શરુ થયો છે જેમાં ચેપ વધુ ફેલાય તેવી શક્યતા છે.
આરોગ્ય સચિવએ આગામી દિવસો દરમિયાન ઘરમાંથી બહાર ન નીકળવા અને લોકડાઉનનું પાલન કરવા પણ કહ્યું હતું. ઈન્ક્યુબેશન પીરિયડ શરુ થયો હોવાથી આ સમયમાં ચેપ વધારે ફેલાઈ શકે છે. તેથી જરૂરી છે કે લોકો આગામી દિવસોમાં બહાર નીકળવાનું અને અન્ય લોકોનો સંપર્ક કરવાનું ટાળે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં રાજ્યના સાત જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે. તેમાંથી 3 દર્દીના મોત નીપજ્યા છે.
અમદાવાદ – 18
વડોદરા – 9
સુરત – 7
રાજકોટ – 8
ગાંધીનગર – 8
ભાવનગર – 1
કચ્છ – 1
મહેસાણા – 1