લોકડાઉન પુર્ણ થયા બાદ GTUમાં આવતી 450 કોલેજોમાં ક્યારે લેવાશે પરીક્ષા…
ગાંધીનગર :
કોરોના વાયરસના કહેર વચ્ચે ભારતમાં લોકડાઉનની જાહેર કરવામાં આવ્યું છે. જેને લઇને ગુજરાતમાં લોકડાઉનના પગલે સ્કૂલોમાં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જો કે ત્યાર બાદ કોલેજોના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવાની માગ કરવામાં આવી હતી. જો કે આ બધા વચ્ચે જીટીયુ દ્વારા જણાવામાં આવ્યું હતું કે લોકડાઉન પુરુ થયા બાદ પરીક્ષાઓ લેવા અંગે વિચારણા કરવામાં આવશે.
રાજ્યમાં કોરોના કહેર વચ્ચે લોકડાઉનની સ્થિતિમાં શાળાકીય પરીક્ષાઓ રદ્દ કરી વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અંગેની જાહેરાત કરવામાં આવી હતી. જો કે હવે કોલેજોના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવા અંગે રજૂઆત કરવામાં આવી રહી છે.
જો કે રાજ્યમાં જીટીયુ દ્વારા જણાવાયું છે કે સરકાર દ્વારા જો મંજૂરી આપવામાં આવશે તો લોકડાઉન બાદ એક મહિનાની અંદર જ પરીક્ષા લેવામાં આવશે. આમ જીટીયુ દ્વારા પરીક્ષાના આયોજનને લઇને કવાયત હાથ ધરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે જીટીયુની ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગ, ફાર્મસી, એમબીએ, એમસીએ સહિતની વિદ્યાશાખાની અંદાજે 450થી વધુ કોલેજોમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જો કે આ વિદ્યાર્થીઓની પરીક્ષા લોકડાઉન પહેલા એપ્રિલમાં લેવાની હતી. જો કે લોકડાઉન જાહેરાત કરવામાં આવતા સમર એકઝામ મોકૂફ રાખવામાં આવી હતી.