કોબી ખાવાથી કોરોના થાય છે તેવું કોઈ કહે તો માનતા નહીં, જાણો સત્ય.
ગાંધીનગર :
કોરોના વાયરસથી બચવા માટે લોકો ઘરમાં બંધ છે. આવામાં ખબરોની જાણકારી માટે લોકો સોશ્યલ મીડિયાનો સહારો લઈ રહ્યાં છે. કોરોના વાયરસને લઈને જે પણ ખબર સામે આવે છે લોકો વૉટ્સઍપ દ્વારા પોતાના મિત્રો અને પરિજનોને ફોર્વર્ડ કરતા હોય છે. લોકો કોઈ પણ સત્યતા તે જાણકારી મેળવ્યા વિના જ આગળ મોકલતા હોય છે. WHOના નામે તેમ જ અન્ય સંસ્થાઓના નામે કેટલાંય રિપોર્ટ્સ અને મેસેજ વાયરલ થતાં રહેતા હોય છે.
વાયરલ મેસેજ શું છે?
બને તો કોબી ન ખાતા, હા તમે સાચું સાંભળ્યું. WHOના રિપોર્ટ અનુસાર કોબીના પડમાં કોરોના વાયરસ સૌથી વધુ સમય રહી શકે છે. જ્યાં બીજી જગ્યા પર વાયરસ 9 12 કલાક રહે છે ત્યાં કોબી પર આ વાયરસ 30 કલાકથી વધુ રહી શકે છે. તમામ શહેરના લોકોને નિવેદન છે કે કોબીથી દૂર રહો. જનહિતમાં જારી.
હકીકત શું છે?
આ વાયરસ તદ્દન ખોટો છે. WHO એ આવી કોઈ વાત કહી જ નથી. ભારત સરકારના PIB (પ્રેસ ઈન્ફર્મેનશ બ્યુરો) એ પણ દાવાને ખોટો કહ્યો છે. જો કે WHO એ એવું જરૂર ક્હ્યું હતું કે કોબીને સારી રીતે પકવીને ખાવું જોઈએ. એટલે કોરોના વાયરસને અને કોબીને કોઈ લેવા દેવા નથી. કોરોનાથી બચવા માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય સોશ્યલ ડિસ્ટન્સિંગ અને સ્વચ્છતા જ છે.