પાટનગરમાં વસતા શ્રમજીવી અને જરૂરિયાતમંદ પરિવારોને સવાર સાંજનુ ભોજન નિ:શુલ્ક પુરું પાડવાના મહાન યજ્ઞમાં મદદરૂપ થતાં શ્રી નિશિત વ્યાસ
ગાંધીનગર :
સમગ્ર દેશ આજે કોરોના ના ભય થી સરકારી આદેશ દ્વારા પોતાના ધરોમાં જ કેદ થઈ આ મહામારી નો સામનો કરી રહ્યો છે ત્યારે પાટનગર ના વિસ્તારમાં આવેલા સંગઠનો અને સંચાલકો દ્વારા નગરમાં વસતા શ્રમજીવી પરિવારોને છેલ્લા ઘણા દિવસથી જરૂરિયાતમંદ પરીવારોને સવાર સાંજનુ ભોજન તૈયાર કરી નિ:શુલ્ક પુરું પાડે છે.
આ માનવસેવા ને વધુ વેગ મળે અને આયોજકો ને યોગ્ય જરૂરી મદદ થાય એ હેતુથી મીનાક્ષી પરીવાર આ મહાન યજ્ઞ માં મદદરૂપ થવા આગળ આવીને મીનાક્ષી મેમોરિયલ ટ્રસ્ટ ના ચેરમેન શ્રી તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના મહામંત્રી શ્રી નિશિત વ્યાસ દ્વારા ગુરૂદ્વારા સેકટર – ૩૦ ખાતે, પંચદેવ યુવક મંડળ સે-૨૨, પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ હીનાબેન પટેલ સેક્ટર – ૨૭ ખાતે તેમજ મેરૂસિંહ ચાવડા તથા તેમની ટીમ સેકટર – ૨૪,ડબલ ડેકર ખાતે તેમજ જય જલારામ સેવા કેન્દ્ર વાવોલ ખાતે આશરે ૫ થી ૬ ટન શાકભાજી, ખીચડી માટે ચોખા તેમજ દાળ જેવા કરીયાણા નુ રૂબરૂ મુલાકાત લઇ મોટા જથ્થામાં વિતરણ કરવામાં આવ્યુ સમગ્ર વિતરણ સેવામાં સહયોગી ગાંધીનગર મહાનગરપાલિકા ના વિપક્ષ નેતા શ્રી શૈલેન્દૃસિંહ બિહોલા તેમજ સહકારી આગેવાન તથા જિલ્લા કોંગ્રેસ ના મહામંત્રી શ્રી યુવરાજસિંહ રાણા, શહેર કોંગ્રેસ ના ઉપ પ્રમુખ શ્રી ઉપઁલ જોષી શહેર મહામંત્રી શ્રી રાકેશ જાની તથા સમર્પણ મુકબધિર શાળા ના સંચાલક શ્રી વૈભવ જાની સાથે રહ્યા હતા.