ગુજરાતરાષ્ટ્રીય

કોરોના વાયરસ : લૉકડાઉન વધવાની સંભાવના, દેશમાં સંક્રમણના 4,421 કેસ.

નવી દિલ્હી :
સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry) ના આંકડા પ્રમાણે દેશમાં મંગળવારે કોરોના વાયરસ (Coronavirus) ના સંક્રમણના કેસની સંખ્યા 4,421 થઈ છે. જ્યારે મોતનો આંકડો 117 પર પહોંચ્યો છે. મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે (Lav Aggarwal) મંગળવારે પત્રકાર પરિષદમાં કહ્યું કે છેલ્લા 24 કલાકના દેશમાં સંક્રમણના નવા 354 કેસ સામે આવ્યા છે. જ્યારે આ દરમિયાન 8 લોકોનાં મોત થયા છે. જ્યારે સંક્રમણની સંખ્યા સોમવાર કરતા મંગળવારે ઓછી રહી હતી. ઉલ્લેખનીય છે કે સોમવારે 24 કલાક દરમિયાન સંક્રમણના કુલ 693 નવા કેસ સામે આવ્યા હતા, જ્યારે કુલ 30 દર્દીઓનાં મોત થયા હતા.

સંક્રમણ રોકવા માટે લૉકડાઉન જરૂરી
અગ્રવાલે સંક્રમણની ગતિને રોકવા માટે લાગૂ કરવામાં આવેલા લૉકડાઉનને પ્રભાવી ગણાવીને જે વિસ્તારમાં સંક્રમણના વધારે કેસ સામે આવ્યા છે ત્યાં તેનું ચૂસ્ત પાલન થાય તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે સૌથી વધારે પ્રભાવિત વિસ્તારો તરીકે ઓળખી કાઢવામાં આવેલા આગ્રા, નોઇડા, પૂર્વ દિલ્હી, ભીલવાડા અને મુંબઈમાં લૉકડાઉનની અસર જોવા મળી રહી છે. આ વિસ્તારોમાં સ્થિતિ હવે સુધરી રહી છે.
ટેક્નોલોજીની મદદથી કામ સરળ થયું

અગ્રવાલે જણાવ્યું કે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ યોજના અંતર્ગત પૂણે, ભોપાલ અને સુરત સહિત અન્ય શહેરમાં નવી ટેક્નોલોજીને કારણે કોરોનાને નિયંત્રણ કરવામાં મદદ મળી છે. જેની મદદથી સંક્રમણ સાથે જોડાયેલા વિસ્તારોમાં દેખરેખ રાખી શકાય છે. રિયલ ટાઇમમાં એમ્બ્યુલન્સનું સંચાલન અને આઇટી ટેક્નોલોજીને કારણે સૂચનાઓના આદાન-પ્રદાનમાં ખૂબ મદદ મળે છે.
લૉકડાઉનના તમામ પાસા અંગે વિચાર

લૉકડાઉન આગામી 14મી એપ્રિલના રોજ ખતમ થઈ રહ્યું છે ત્યારે આ અંગે ભવિષ્યની અટકળો અંગે અગ્રવાલે જણાવ્યું હતું કે, સરકાર લૉકડાઉનની અસર સાથે જોડાયેલા તમામ પાસાએ અંગે વિચારી રહી છે. કોરોનાના સંકટ સામે લડવા માટે આ અંગે જ્યારે પણ કોઈ નિર્ણય લેવામાં આવશે ત્યારે મીડિયાને જણાવવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x