ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

15 મે સુધી બંધ રહેશે સ્કૂલ, કોલેજ અને મૉલ, ધાર્મિક પ્રવૃત્તિઓ ઉપર પણ પ્રતિબંધ ?

ન્યુ દિલ્હી :
કોરોના વાયરસ નો સામનો કરવા માટે રચવામાં આવેલા મંત્રીઓના સમૂહ (GoM) એ 15 મે સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા અને લોકોની સહભાગિતાવાળી તમામ ધાર્મિક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવવાની ભલામણ કરી છે. મંત્રી સમૂહનું કહેવું છે કે સરકાર 21 દિવસનું લૉકડાઉન (Lockdown In India) આગળ વધારે કે નહીં, પરંતુ શૈક્ષણિક તથા ધાર્મિક પ્રવૃત્તિઓ પર 15 મે સુધી પ્રતિબંધ લગાવવો જોઈએ. અધિકૃત સૂત્રોએ મંગળવારે આ જાણકારી આપી છે.રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh)ની અધ્યક્ષતાવાળી GoMએ એ નક્કી કર્યું કે ધાર્મિક કેન્દ્રો, શોપિંગ મૉલ અને શૈક્ષણિક સંસ્થાઓને 14 એપ્રિલ બાદ ઓછામાં ઓછા ચાર સપ્તાહ સુધી સામાન્ય પ્રવૃત્તિ શરૂ કરવાની મંજૂરી ન આપી શકાય. 14 એપ્રિલ હાલના લૉકડાઉનની છેલ્લી તારીખ છે. આ બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah), નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) પણ સામેલ થયા હતા.

સૂત્રોએ જણાવ્યું કે, સરકારે વિચારવાનું છે કે તેનાથી સ્કૂલો અને કોલેજો એક રીતે ઉનાળાની રજાઓને મેળવીને જૂનના અંત સુધી બંધ રહેશે. ઉનાળાનું વેકેશન સામાન્ય રીતે મેના મધ્યથી શરૂ થઈ જાય છે. GoM એ ભલામણ કરી છે કે તમામ ધાર્મિક સંગઠનોનો કોરોના વાયરસને રોકવાના તકેદારીના પગલાં હેઠળ 15 મે સુધી પ્રવૃત્તિઓ શરૂ કરવાની મંજૂરી નહીં આપવામાં આવે. GoMની રચના દેશમાં કોરોના વાયરસના કારણે ઊભી થયેલી સ્થિતિની સમીક્ષા કરવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને ભલામણ આપવા માટે કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું કે, તેમાં ચિકિત્સા પ્રયોગશાળાઓમાં કોરોના વાયરસની તપાસ સુવિધાઓ અને વધારવા અંગે પણ ચર્ચા કરવામાં આવી. આ પહેલા સૂત્રોએ જણાવ્યું કે, કેટલાક રાજ્ય સરકારો અને વિશેષજ્ઞો દ્વારા કોરોના વાયરસના ખતરાને ધ્યાને લઈને લૉકડાઉનની અવધિ 14 એપ્રિલ બાદ વધારવા માટે આપવામાં આવેલી ભલામણો પર કેન્દ્ર સરકાર વિચાર કરી રહી છે. જોકે, સૂત્રોએ એ નથી જણાવ્યું કે આ વિશેનો અંતિમ નિર્ણય લેવાયો છે કે નહીં.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x