ગુજરાતરાષ્ટ્રીય

મોદી સરકારની સ્કીમ! ઘરે બેઠા દર મહિને મળશે 5 હજાર.

ગાંધીનગર :

જો તમે 18 વર્ષના થઈ ચુક્યા છો અને પોતાના ભવિષ્ય માટે પ્લાનિંગ કરી રહ્યા છો તો આ તક તમારા માટે ખૂબ ખાસ છે. આજે અમે તમને એક સરકારી સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે હેઠળ તમે ખૂબ જ મામુલી પૈસા જમા કરવા પર તમને 60 વર્ષની ઉંમર બાદ જીવન ભર 5 હજાર રૂપિયા મહિનાના અથવા 60 હજાર રૂપિયા વાર્ષિક લાભ મળી શકે છે.

અટલ પેન્શન યોજના

ઓછી ઈનકમ વાળા લોકો માટે મોદી સરકારની પોપ્યુલર પેન્શન સ્કીમ છે જે અમુક નક્કી કરેલી ઈનકમની ગેરેન્ટી આપે છે. આ સ્કીમ હેઠળ 18 વર્ષની ઉંમર થતાની સાથે જ કોઈ પણ દેશનો નાગરિક તેમાં જોડાઈ શકાય છે. તે હેઠળ એક ખાતુ ખોલાવવું જરૂરી છે જેમાં મંથલી, ત્રીમાસીક અથવા 6 મહિનાના રોકાણની સુવિધા છે. આ યોજના હેઠળ વધારેમાં વધારે 60 હજાર રૂપિયા વાર્ષીક અથવા 5 હજાર રૂપિયા મહિને પેન્શનની ગેરેન્ટી મળે છે.

આ રીતે મેળવો મહિને 5 હજાર રૂપિયા

જો તમે અટલ પેન્શન સ્કીમ સાથે 18 વર્ષની ઉંમરમાં જોડાવ છો અને 5 હજાર રૂપિયા મંથલી અથવા 60 હજાર રૂપિયા વાર્ષીક પેન્શન લેવા માટે એકાઉન્ટ ખોલાવો છો તો તમારે દર મહિને 210 રૂપિયા જમા કરાવવાના રહેશે વાર્ષિક ગણીએ તો તે 2520 રૂપિયા થશે. તમને 210 રૂપિયા મંથલી રોકાણ 60 વર્ષની ઉંમર સુધી કરવાનું રહેશે. 60ની ઉંમર બાદ તમારા ખાતામાં દર મહિને 5 હજાર રૂપિયા આવી જશે. જે વાર્ષિક 60 હજાર રૂપિયા થયા.

ઓછી ઉંમરમાં જોડાવવાનો ફાયદો

જો તમે ત્રીમાસીક પ્લાનમાં 18ની ઉંમરથી જોડાવ છો તો તમારુ કુલ રોકાણ 1.05 રૂપિયા થશે. ત્યાં જ જો તમે 35ની ઉંમરમાં જોડાવો છો તો ત્રણ મહિનાના પ્લાન માટે દર મહિનામાં 2688 રૂપિયા જમા કરાવવાના રહેશે. તમારે 25 વર્ષ રોકાણ કરવાનું રહેશે. તે રીતે ગણીએ તો તમારૂ કુલ રોકાણ 2.68 લાખ રૂપિયા થઈ જશે. એટલે કે એક જેવા પેન્શન પ્લાન માટે તમારે લગભગ 1.63 લાખ રૂપિયા વધુ જમા કરાવવાના રહેશે.

આ યોજનાનો ફાયદો

આમાં તમારૂ કુલ રોકાણ ફક્ત 1.05 લાખ રૂપિયા જ રહેશે. જ્યારે આખુ જીવન તમારા ખાતામાં 5 હજાર રૂપિયા દર મહિને આવતા રહેશે.

યોજનાના અન્ય લાભ

  • યોજના રાષ્ટ્રીય યોજના દ્વારા પેન્શન ફંડ નિયામક અને વિકાસ પ્રાધિકરણ દ્વારા સંચાલિત કરાવામાં આવી રહી છે.
  • આઈટીના સેક્સન 80CCD હેઠળ ટેક્સ છુટનો લાભ પણ મળશે.
  • એક સદસ્યના નામથી ફક્ત એક જ એકાઉન્ટ ખુલશે.
  • ઘણી બેન્કમાં એકાઉન્ટ ખોલવાની સુવિધા છે.
  • શરૂના 5 વર્ષ સરકારની તરફથી પણ યોગદાન રકમ આપવામાં આવશે.
  • આ 1000, 2000, 3000, 4000 કે 5000ના 50 ટકાથી વધુ નહીં હોય.
  • જો 60 વર્ષ પહેલા અથવા બાદમાં સદસ્યની મોત થઈ જાય છે તો પેન્શનની રકમ વાઈફને મળશે.
  • જો સદસ્ય અને વાઈફ બન્નેની મોત થઈ જાય તો સરકાર નોમિનીને પેન્શન આપશે.

2 અન્ય પ્રકારના બીજા પ્લાન

ત્રણ મહિનાનો પ્લાનઃ

આ પ્લાન બેઠળ તમને દર 3 મહિનામાં 626 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. આ રોકાણ તમારે 42 વર્ષ સુધી કરવાનું રહેશે. આ સમયે તમારૂ કુલ રોકાણ 1.05 લાખ રૂપિયા રહેશે. તેના અવેજમાં 60 વર્ષ બાદથી તમને આજીવન 5 હજાર રૂપિયા મહિને મળતા રહેશે.

છ મહિનાનો પ્લાન

છ મહિનાના પ્લાન હેઠળ તમને દર 6 મહિનામાં 1239 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. આ રોકાણ 42 વર્ષ સુધી કરવાનું રહેશે. તે સમયે તમારૂ કુલ રોકાણ 1.04 લાખ રૂપિયા રહેશે. તેના અવેજમાં 60 વર્ષ બાદથી તમને આજીવન દર મહિને 5 હજાર રૂપિયા મળતા રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x