15 ઓક્ટોબર સુધી બંધ રહેશે હોટલ-રેસ્ટોરન્ટ ? શું છે સત્ય જાણો…
નવી દિલ્હી :
દેશમાં વધતા કોરોના વાયરસના સંકટને જોતા સરકારે 21 દિવસ લોકડાઉન આપ્યું છે. પરંતુ રાજ્યોમાં વધી રહેલા સંક્રમણના ચાલતા લોકડાઉનને આગળ વધારવાના સમાચાર આવવા લાગ્યા છે. ઓડિશા સરકારે પહેલ કરતા લોકડાઉનના સમયગાળાને 30 એપ્રિલ કરી દીધી છે. લોકડાઉનને લઈ સોશિયલ મીડિયા પર કેટલીક અપવાહો ફેલાઈ રહી છે. જેને રોકવા માટે સરકાર સળંગ પ્રયાસ કરી રહી છે.
આવા જ એક સમાચાર હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે કે, પર્યટન મંત્રાલયે રેસ્ટોરન્ટ અને હોટલો 15 ઓક્ટોબર સુધી બંધ રાખવા માટે કહ્યું છે. આ સમાચારને લઈ પ્રસાર ભારતીએ સ્પષ્ટ કર્યું છે કે, આ સમાચાર ખોટા છે.
માત્ર હોમ ડિલેવરી જ ચાલુ
આ સમાચારમાં હોટલોને 15 ઓક્ટોબર સુધી બંધ રાખવાની વાત કરવામાં આવી છે. સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે, આ માત્ર એવા ગેસ્ટ માટે ખુલ્લી રહેશે, જે લોકડાઉનના કારણે ફસાયેલા છે. હાલમાં લોકડાઉનમાં તમામ હોટલ અને રેસ્ટોરન્ટ બંધ રાખવામાં આવી છે.
પ્રસાર ભારતીએ ટ્વીટ કર્યું છે કે, હોટલ અને રેસ્ટોરન્ટ 15 ઓક્ટોબર સુધી બંધ રહેશે તે માહિતી પૂપી રીતે ખોટી છે. આ સંબંધમાં સોશિયલ મીડિયામાં ચાલી રહેલી માહિતી ખોટી છે, પર્યટન મંત્રાલય દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
તમને જણાવી દઈએ કે, દેશમાં અત્યાર સુધી સંક્રમણના લગભગ 6000 મામલા સામે આવી ચુક્યા છે, તો કોરોનાથી અત્યાર સુધીમાં કુલ મોતનો આંકડો 184 પર પહોંચી ગયો છે. આજે ગુજરાતમાં 55 નવા કેસ અને કર્ણાટકમાં 10 નવા મામલા સામે આવ્યા છે. સંક્રમિતોમાં 71 વિદેશી નાગરીકો પણ સામેલ છે.