ગુજરાતમાં કોરોના કેસના ચોંકાવનારા આંકડાઓ આવ્યા સામે, જાણો આજનું અપડેટ
ગાંધીનગર :
ગઈ કાલ રાતથી આજે સવાર સુધીના કોરોના રિપોર્ટની માહિતી આપવામાં આવી છે. રાજ્ય આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવિએ આ માહિતી આપી છે. ગુજરાતમાં કોરોના વાયરસનો આંકડો સતત ઉપર જઈ રહ્યો છે, અને સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ કેસો અમદાવાદમાં સામે આવ્યા છે, આજે 54 કેસો કોરોનાના નવા સામે આવ્યા છે, તેમાંથી 31 કેસો તો ખાલી અમદાવાદના છે, હોટસ્પોટ વિસ્તારમાં વધુ કેસો સામે આવી રહ્યા છે. અમદાવાદીઓમાં લોકજાગૃતિ અત્યંત જરૂરી છે. અગ્ર સચિવ જયંતિ રવિએ ગુજરાતમાં સ્થિતિ કાબુમાં હોવાનો દાવો કરતા સમગ્ર રાજ્યના કેસોના આંકડા રજુ કર્યા તેમાં અમદાવાદમાં 228, ગાંધીનગર 14, સુરત 28, વડોદરા 77, રાજકોટ 18, ભાવનગર 23, કચ્છ 4, મહેસાણા, ગીર સોમનાથ, છોટા ઉદેપુર માં બે-બે કેસો નોંધાયા છે, તો પોરબંદર 3, પાટણ 14, આણંદ 5, ભરૂચ 7, પંચમહાલ, જામનગર, મોરબી, સાબરકાંઠા, દાહોદ માં એક-એક કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં કોરોના કેસના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. રાજયમાં અત્યાર સુધીમાં 432 કેસો પોજીટીવ નોંધાયા છે જયારે 19 ના મોત થયા છે. અત્યાર સુધી કુલ 8331 ટેસ્ટ કરવામાં આવ્યા છે. મૃત્યુદરમાં ઘટાડો થઇ રહ્યો હોવાનું પણ તેઓએ જણાવ્યું છે.