રાજયમાં ખતરાની ઘંટી : કોરોનાથી મોતમાં ગુજરાત ત્રીજા નંબરે, કેસોમાં સતત વધારો. જાણો આજનુ અપડેટ.
ગાંધીનગર :
ગુજરાતમાં કોરોના વાયરસનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થયો છે. ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવીએ ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગની પત્રકાર પરિષદમાં ગુજરાતમાં આજના નવા કોરોના કેસ અને કોરોના વાયરસની અસર વિષે માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં નવા 23 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં રાજયમાં કુલ 24 લોકોના મોત થઈ ચુક્યા છે. ગુજરાતમાં કોરનાના પોઝિટિવ કેસનો કુલ આંકડો 516 પર પહોંચ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના covid19 લોકલ ટ્રાન્સમિશનનાં કેસ વધી રહ્યા છે. મોતમાં પણ ક્યાંય બહાર ગયા ન હોય અને કોરોનાગ્રસ્ત થયા હોય. પછી તેમનુ મોત થયુ હોય તેવો આંકડો ડરામણો છે.
કોરોના વાયરસ ગુજરાતને વધુને વધુ ભીંસમાં લઇ રહ્યું છે. આમ દેશના જે રાજ્યોમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં ગુજરાત હવે 6ઠ્ઠા સ્થાને આવી ગયું છે. જ્યારે મોત મામલે ગુજરાત ભારતમાં ત્રીજા નંબર પર આવી ગયુ છે.
ક્યાં જિલ્લામાં કેટલા કેસ ;
અમદાવાદ – 282
સુરત – 28
રાજકોટ – 18
વડોદરા – 101
ગાંધીનગર – 15
ભાવનગર – 23
કચ્છ – 4
મહેસાણા – 2
ગીર સોમનાથ – 2
પોરબંદર – 3
પંચમહાલ – 1
પાટણ – 14
છોટાઉદેપુર – 3
જામનગર – 1
મોરબી – 1
આણંદ – 8
સાબરકાંઠા -1
દાહોદ – 1
ભરૂચ -8