રાજ્યમાં કોરોનાએ પકડ્યું રાક્ષસી સ્વરૂપ, પોઝિટિવ કેસો કુલ 766 થયા
ગાંધીનગર :
ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર દિન-પ્રતિદિન વધતો જાય છે. અને હવે તો રાજ્યમાં કોરોનાએ રાક્ષસી સ્વરૂપ પકડ્યું છે ત્યારે ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ એ આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં ગુજરાતમાં આજના નવા કોરોના કેસ અને કોરોના વાયરસની અસર વિષે માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, છેલ્લી પ્રેસ બાદ રાજ્યમાં નવા પોઝિટિવ કેસમાં 71 નો વધારો થયો છે. આ સાથે રાજ્યમાં કોરોના પીડિતોની સંખ્યા અત્યાર સુધી 766 પર પહોંચી ગઈ છે. આ મહામારીને કારણે અત્યાર સુધી 33 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો કુલ 64 લોકો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે.
ક્યાં જિલ્લામાં કેટલા કેસ :
અમદાવાદ – 450
ગાંધીનગર – 16
સુરત – 51
વડોદરા – 121
રાજકોટ – 24
ભાવનગર – 26
કચ્છ – 4
મહેસાણા – 4
ગીર સોમનાથ – 2
પોરબંદર – 3
પંચમહાલ – 5
પાટણ – 14
છોટાઉદેપુર – 5
જામનગર – 1
મોરબી – 1
સાબરકાંઠા – 1
આણંદ – 17
દાહોદ – 2
ભરૂચ – 13
બનાસકાંઠા – 2
ખેડા – 1
બોટાદ – 1