લોકડાઉનને તોડ્યું તો 2 વર્ષની સજા અને દંડ થશે.
નવી દિલ્હી :
પ્રધાનમંત્રી મોદીની લોકડાઉનની બીજા તબક્કાની જાહેરાતના ઠીક 24 કલાક પછી કેન્દ્ર સરકારે બુધવારે લોકડાઉનની નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં ત્રણ મે સુધી 19 દિવસના લોકડાઉનને તોડનાર સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 મુજબ સજા અને દંડની જોગવાઈ કરાઈ છે. તેમા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જાહેર સ્થળો અને કામની જગ્યાએ માસ્ક પહેરવું ફરજીયાત હશે.
જાહેર સ્થળે થુકવા માટે સજા અને દંડ થશે.
ગાઈડલાઈનમાં કાયદો તોડનાર અને અન્ય લોકો માટે જાન-માલનું જોખમ ઉભુ કરવાની સ્થિતિમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 9 મુજબ કાર્યવાહી કરાશે.આદેશ ન માનવાની સ્થિતિમાં સરકારી કર્મચારીઓ ઉપર આપીસી કલમ 188 મુજબ કાર્યવાહી થશે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ થનાર સજા અને દંડ
કલમ 51 મુજબ: કર્મચારીઓના કામમાં અવરોધ ઊભો કરવા માટે
જો કોઈ વ્યક્તિ સરકારી કર્મચારીના કામમાં અવરોધ ઊભો કરે છે અથવા કેન્દ્ર કે રાજ્ય સરકાર કે સક્ષમ એજન્સી દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું પાનલ કરવાનો ઈનકાર કરે છે તો આ કલમ મુજબ કાર્યવાહી કરાશે.
દાખલા તરીકે, આ કલમ મુજબ દિશાનિર્દેશોનું ઉલ્લંઘન જેમાં પૂજાસ્થળે જવું, સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવું કે તેમા ભાગ લેવો વગેરે બાબતોને આ કલમ મુજબ અપરાધ માનવમાં આવશે. આ કલમ મુજબ એક વર્ષની કેદની સજા અને દંડ થઈ શકે છે. જો દોષી વ્યક્તિ દ્વારા કોઈ જાનમાલનું નુકાસાન થયું હોય તો બે વર્ષની કેદની સજા અને દંડ થઈ શકે છે.
કલમ 53 મુજબ: પૈસા/વસ્તુનો દુરોપયોગ કરવા માટે
જો કોઈ વ્યક્તિ રાહત કાર્યો/પ્રયાસો માટે પૈસા કે સમાગ્રીનો દૂરોપયોગ કે પોતાના સ્વયંના ઉપયોગ માટે કરે છે અથવા બ્લેકમાં વેચે છે તો આ કલમ મુજબ તેને દોષી માનવામાં આવે છે. આ કલમ મુજબ બે વર્ષની સજા અને દંડ થઈ શકે છે.
કલમ 54 મુજબ: ખોટી ચેતવણી માટે
જો કોઈ વ્યક્તિ ડિઝાસ્ટર વિશે ખોટી ચેતવણી આપશે કે તેની ગંભીરતા વિશે ખોટી ચેતવણી આપે છે, જેનાથી ડર ઊભો થાય તો આ કલમ મુજબ કાર્યવાહી થઈ શકે છે. જે મુજબ એક વર્ષની સજા અને દંડ થઈ શકે છે.
કલમ 55 મુજબ: સરકારી વિભાગના અપરાધ માટે
આ મુજબ જો કોઈ અપરાધ સરાકરના વિભાગ દ્વારા કરવામાં આવે તો ત્યાં વિભાગના પ્રમુખ દોષી માનવમાં આવશે અને જ્યા સુધી તે સાબિત ન કરી દે કે અપરાધ તેની જાણકારી વગર થયો છે, તો તે કાર્યવાહી અને દંડનો ભાગીદાર હશે.
કલમ 56 મુજબ: અધિકારીના કર્તવ્યનું પાન ન કરવા માટે
જો કોઈ સરકારી અધિકારી, જેણે લોકડાઉન સંબંધિત અમુક કર્તવ્યોનું પાલન કરવા માટે નિર્દેશ આપ્યો હતો અને તેને કરવાનો ઈનકાર કરવામાં આવે તો આ કલમ મુજબ વ્યક્તિને દોષી માનવમાં આવે છે. આ કલમ મુજબ એક વર્ષની સજા અને દંડ થઈ શકે છે.
કલમ 57 મુજબ: અપેક્ષિત આદેશનું ઉલ્લંઘન થવા અંગે
જો કોઈ વ્યક્તિ આ મુજબ અપેક્ષિત આદેશ(કલમ 65 મુજબ)નું પાલન કરવામાં નિષ્ફળ જાય, તો તે આ કલમ મુજબ દોષી ગણાશે. આ કલમ મુજબ એક વર્ષની સજા અને દંડ અથવા બન્ને થઈ શકે છે.
અધિનિયમની અન્ય કલમો ( કલમ 58, 59 અને 60)
અધિનિયમની અન્ય કલમ 58, કંપનીઓના અપરાધ સંબંધિત છે. આ ઉપરાંત કલલમ 59 અભિયોજન માટે પૂર્વ મંજૂરી (કલમ 55 અને કલમ 56ના મામલા) સાથે સંબંધિત છે. વળી કલમ 60 કોર્ટ દ્વારા અપરાધોના સંજ્ઞાન સંબંધિત છે.
સરકારી કર્મચારી ઉપર કલમ 188 મુજબ કાર્યવાહી
આપવામાં આવેલા નિર્દોશોનું સરકારી કર્મચારી દ્વારા પાનલ કરવામાં ન આવે તો તેમના ઉપર આ કલમ મુજબ કાર્યવાહી થઈ શકે છે. કાર્યવાહી દરમિયાન નિયમ તોડવાથી કોઈનું નુકસાન થયું છે કે નથી થયું તે જોવામાં આવતું નથી.
સજા અને દંડના બે વિકલ્પ
પ્રથમ-સરકાર કે કોઈ અધિકારી દ્વારા આપવામાં આવેલા આદેશોનું ઉલ્લંધન કરે છે કે કાયદાની વ્યવસ્થામાં રહેલા વ્યક્તિને નુકસાન પહોંચાડે છે તો ઓછામાં ઓછી એક મહિનાની જેલ કે 200 રૂપિયાનો દંડ થઈ શકે છે.
બીજો- તમારા દ્વારા સરકારી આદેશનું ઉલ્લંઘન કરવાથી વ્યક્તિના જીવન, સ્વાસ્થ્ય કે સુરક્ષા વગેરે ઉપર જોખમ ઊભુ થાય છે, તો ઓછામાં ઓછી છ મહિનાની સજા કે એક હજારનો દંડ થઈ શકે છે. બન્ને સ્થિતિમાં જામીન મળી શકે છે.