સુરતમાં આજ મધરાત્રે થી કરફ્યુ લાગુ કરાયો, કોઈ ઘરની બહાર નહીં નીકળી શકે.
સુરત :
સુરતમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે સ્થિતિ બેકાબૂ બની છે. રાજ્યમાં 871 કરતા વધુ કેસ નોંધાયા છે જેમાંથી 86 કેસ સુરતમાં છે ત્યારે સરકારે આજે મોટો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના સચિવ શ્રી અશ્વિની કુમાર દ્વારા સુરતના પાંચ વિસ્તારોમાં આજ મધરાતથી જ કર્ફ્યૂ લાદવાનો નિર્ણય જાહેર કર્યો છે. સુરત માં તા. ૧૬ એપ્રિલ-ર૦ર૦ ગુરૂવારની મધ્યરાત્રીથી તા. રર એપ્રિલ-ર૦ર૦ બુધવારના સવારે ૬ વાગ્યા સુધી સુરત શહેરમાં ૪ પોલીસ મથકો અને એક પોલીસ ચોકી વિસ્તારમાં કરફયુ લદાયો. સલાબતપુરા, મહિધરપુરા, લાલગેટ, અઠવા અને લિંબાયત પોલીસમથકના કમરૂનગર વિસ્તારમાં કરફયુ રહેશે. આ કર્ફ્યૂમાંથી બપોરે ૧ થી ૪ વાગ્યા સુધી જીવન જરુરિયાતની વસ્તુઓ લેવા માટે ફક્ત મહિલાઓ ને જ મુક્તિ આપવામાં આવશે આ સિવાય કોઈ પણ વ્યક્તિ મેડિકલ ઇર્નજ્ન્સી સિવાય બહાર નીકળી નહીં શકે. શહેરમાં ઠેરઠેર થર્મલ ગનથી ચેકિંગના પોઇન્ટ ઉભા કરાયા હતા અને તપાસ થઈ રહી હતી ત્યારે હવે આ સંક્રમણને વધુ પ્રસરાવતું અટકાવવા માટે સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે.