આવતીકાલથી ગુજરાત યુનિવર્સિટી નહીં થાય ચાલુ
અમદાવાદ
કોરોનાવાયરસ નો સંક્રમણ વધતું અટકાવવા માટે સમગ્ર દેશમાં લોક ડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા ભારત સરકારની ગાઇડલાઈનને અનુસરીને રાજ્યમાં આંશિક ધંધાદારીઓને ચાલુ કરવા માટે તેમજ સરકારી કચેરીઓ અને યુનિવર્સિટીઓ ચાલુ કરવા માટે જાહેરાત કરી હતી. હાલમાં તારીખ 20 એપ્રિલથી આંશિક રીતે શરૂ થનારી ગુજરાત યુનિવર્સિટીની કામગીરી હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે કારણકે ગુજરાત યુનિવર્સિટી નવરંગપુરા વિસ્તારમાં આવેલી છે જ્યાં ગુલબાઈ ટેકરા પાસે કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસ આવ્યા છે એને ધ્યાનમાં લેતા ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો છે