લોકડાઉન ખુલ્યાં બાદ ખુલ્લામાં કોરોના સામે યુદ્ધ લડવાનું રહેશે : વિજય નહેરા
અમદાવાદ :
મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરા દ્વારા પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોરોના વાયરસ સામે લડવા માટે આપણે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં જ તૈયારી કરી લીધી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જ્યારે દોઢ રૂપિયામાં માસ્ક મળતા હતા, ત્યારે લાખો માસ્ક ખરીદી લીધા હતા.
સ્થિતીની ગંભીરતા જાણવી પડશે
તેમણે આ બાબતે જણાવ્યું હતું તે, અમે અભ્યાસ કરીને તમામ તૈયારીઓ કરી છે. ૨૪ જાન્યુઆરીનાં રોજ ડોકટર્સને સૌથી મોટી ટ્રેનિંગ આપવામાં આવી હતી. માર્ચના પહેલાં ૧૫ દિવસ જનજાગૃતિનું પગલું ભરવામાં આવ્યું હતું, ૮ માર્ચ સુધીમાં સ્થિતીની ગંભીરતાથી સમજાઈ ગઈ હતી, તેથી આપણે પણ અન્ય દેશને જોઈને તૈયારીઓ કરવામાં આવી હતો. ૧૫ માર્ચથી કોરોનાનો ત્રીજા તબક્કો શરૂ થયો હતો. ૨૨ માર્ચ સુધીમાં ૬,૦૦૦ લોકો વિદેશથી ભારત આવ્યાં હતા
કઈ રીતની તૈયારી કરી
વધતા જતા કોરોનાના કહેરની ગંભીરતા જાણી ૯ એપ્રિલથી ચેઝીંગ ધ વાયરસ અભિયાન શરૂ કર્યુ હતું.
ઘરે ઘરે જઈને સંક્રમિત વિસ્તારમાં લોકોની તપાસ શરૂ કરવામાં આવી
દિલ્હીના મરકઝમાંથી આવેલા લોકોને કારણે વાયરસ વધુ ફેલાયો
લોકડાઉન ખુલ્યાં બાદ ખુલ્લામાં કોરોના સામે યુદ્ધ લડવાનું રહેશે
લોકો સોશિયલ ડિસ્ટનસિંગનું મહત્વ સમજે તે જરૂરી
૩ મે સુધી સંપૂર્ણપણે લોકડાઉનનું પાલન કરવું જરૂરી
લોકડાઉન ખુલવાને હજુ ૧૪ દિવસ બાકી છે, ત્યારે લોકો ચુસ્તપણે પાલન કરે તે જરૂરી
મહામારીને લઈને લોકો ગંભીરતા સમજે તે જરૂરી છે.